બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

MLA નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના મંત્રી બનાવામા આવ્યા.

ગુજરાત રાજ્યનાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની સરકારના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યુ છે.જેમાં પંચમહાલ જીલ્લાના મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને પણ  રાજ્યકક્ષાના મંત્રી બનાવામા આવતા સર્મથકોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી.સોશિયલ મીડીયા પર શુભકામનાઓ આપવામા આવી હતી.

ગુજરાતની ગાદી પર નવનિયૂક્ત મૂખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ બિરાજમાન થયા બાદ ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળ માટે શપથવિધી યોજાઈ હતી.નવા મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યુ છે.મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના મંત્રી બનાવામા આવ્યા છે.નિમીષાબેન સુથાર મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે.મોરવા હડફ  આદિવાસી સમાજની વસ્તી ધરાવતો વિધાનસભા  મતવિસ્તાર છે.નિમીષાબેન સૂથાર 2013 થી 2017 સુધી મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.2017ની ચુટણીમાં તેમને ભાજપે ટીકીટ ન આપી વિક્રમભાઈ ડીંડોરને ટીકીટ આપી હતી.પણ આ વિધાનસભા બેઠક પરની ચુટણીમાં ભાજપનો પરાજય થયો હતો.અપક્ષ ઉમેદવારી કરનારા અને પાછળની કોંગ્રેસનો ટેકો જાહેર કરનારા ભુપેન્દ્રસિંહ ખાંટનો વિજય થયો હતો.થોડા મહિનાઓ પહેલા ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ અવસાન થતા મોરવા હડફની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ફરી નિમીષાબેન સૂથાર પર પસદંગીનો કળશ ઢોળ્યો હતો.

પેટાચુટણીના પરિણામો જાહેર થતા તેમનો ભવ્ય વિજય થયો હતો.કોંગ્રેસપક્ષના ઉમેદવાર સૂરેશભાઈ કટારાની હાર થઈ હતી.નિમીષાબેન સૂથાર જીલ્લામાં પણ ભાજપમાં મહિલા અગ્રણી તરીકે જવાબદારીઓ નિભાવી ચુક્યા છે.પોતે ડીપ્લોમાં ઈન ઇલેકટ્રીકલ ઇજનેરી કમ કોમ્પ્યુટર પ્રોગામ આસિ.જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.આદિવાસી વિધાનસભા મતવિસ્તારના મહિલા ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સ્થાનિક લોકો,સર્મથકો તેમજ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ વ્યાપ્યો છે.સોશિયલ મીડીયા પર અભિનંદન પાઠવામા આવી રહ્યા છે.