વિરમગામ સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વારકા માં થયેલ મોરારીબાપુ પર ના થયેલ હુમલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું...
સંત મોરારી બાપુ દ્વારા અગાઉ કથામાં ભગવાન શ્રીકૃષ્ણ સહિત તેમના પરિવારજનો વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરેલ હોવા બાબતની ચર્ચાએ જોર પકડેલ હતુ જે બાબતે દ્વારકાના કાન્હા વિચાર મંચ દ્વારા મોરારીબાપુ દ્વારકા આવી નિજ મંદિરમાં ભગવાન સામે માથું ટેકવી ક્ષમા માંગે તેવી માંગ કરવામાં આવેલ હતી.
ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ દ્વારા અગાઉ પણ કથા દરમિયાન આ બાબતે જાહેરમાં માફી માંગેલ હતી છતાં આ બાબતે વધુ મામલો ઉગ્ર ન બને તે માટે તારીખ 18/6/2020 ના રોજ દ્વારકા ખાતે નિજ મંદિરમાં માથું ટેકવી ક્ષમા યાચના કરી બાદમાં કાન્હા વિચાર મંચ ના સભ્યો સહીત પૂનમબેન માડમ સહિતનાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તે દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારિબાપુને અપશબ્દો બોલી હુમલાનો પ્રયાસ કરેલ જેને રઘુનંદન વૈષ્ણવ સાધુ સમાજ વિરમગામ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવા સાથે આવું નિંદનીય કૃત્ય કરનાર ઉપર સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અન્યથા ગુજરાતના તમામ સાધુ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત ચાલુ રાખશે અને ભૂખ હડતાલ પર ઉતરી આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.