માતાનું દૂધ નાના બાળકો માટે અમૃત જેવું.
ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં 'વિશ્વ સ્તનપાન સપ્તાહનીદ ઉજવણી થઈ રહી છે એટલે મહિલાઓ વચ્ચે આયોડિન અને સ્તનપાન વચ્ચેના સંબંધની જાગૃતિ લાવવી મહત્ત્વપૂર્ણ છે. માતાનું દૂધ નવજાત બાળકો માટે શ્રે પોષણ છે. આ માતા અને બાળક એમ બંને માટે આરોગ્યલક્ષી ઘણા ફાયદા ધરાવે છે. એ જ રીતે આયોડિન પાચક પોષકદ્રવ્ય છે, ખાસ કરીને નવજાત બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે. થાયરોઇડ અંત:ાવના નિર્માણ માટે જરૂરી છે, જે ચયાપચય, વૃદ્ધિ અને વિકાસનું મહત્ત્વપૂર્ણ નિયમનકારક પદાર્થ છે.
ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ, ૨૦૨૦ મુજબ, ધનિક કુટુંબો, શહેરી વિસ્તારો કે વધારે શિક્ષિત માતાઓ એમના બાળકોને ૧થી ૨ વર્ષની વય સુધી સતત સ્તનપાન ઓછું કરાવે છે. એનાથી વિપરીત ગરીબ કુટુંબો, ગ્રામીણ વિસ્તારો અથવા ઓછી શિક્ષિત માતાઓમાં બાળકો માટે સોલિડ ફૂડનો દર અને લઘુતમ પાચન વિવિધતા મહત્ત્વપૂર્ણ છે.
જ્યારે ગર્ભાવસ્થાની વાત આવે છે, ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન અને અગાઉ સકારાત્મક ભોજન અને જીવનશૈલીમાં ફેરફારો લાવવાના મહત્ત્વ પર પુષ્કળ ભાર મૂકવામાં આવે છે. પૌષ્ટિક ભોજન, પર્યાપ્ત આરામ, તણાવનું લઘુતમ સ્તર અને સ્વસ્થ વાતાવરણ - આ તમામ પરિબળો સ્વસ્થ બાળક માટે જવાબદાર છે. જ્યારે મોટા ભાગની માતાઓ ગર્ભાવસ્થામાં પોષક દ્રવ્યોનું મહત્ત્વ સમજે છે, ત્યારે આયોડિનનાં મહત્ત્વ પર જાગૃતિ લાવવી જરૂર છે.
ગર્ભમાં બાળકના મગજના વિકાસ માટે આયોડિન જરૂરી છે. છતાં ગર્ભાવસ્થાના શરૂઆતના અઠવાડિયાઓમાં આયોડિન અને થાયરોઇડ અંત:ાવની માગમાં વધારો થવાથી આયોડિનની ઊણપ પેદા થાય છે. આ બાબત ઘણી મહિલાઓ જાણતી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, તમામ ગર્ભવતી અને સ્તનપાન કરતી માતાઓને દરરોજ આયોડિનના પર્યાપ્ત પુરવઠા (૨૫૦ માઇક્રોગ્રામ)ની જરૂર છે.
ટાટા ન્યૂટ્રિકોર્નરના ન્યૂટ્રિશન એક્ષ્પર્ટ કવિતા દેવગણે સમજાવ્યું હતું કે, બાળકને વિવિધ કુપોષણ સામે રક્ષણ આપવા ઓછામાં ઓછા બે વર્ષ સુધી સ્તનપાન કરાવવું જરૂરી છે. એનાથી બાળક અને માતા એમ બંનેનાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સ્તનપાનનો સંબંધ બાળકોનાં બાળપણનાં પાછળના વર્ષોમાં ઊંચા આઇક્યુ સ્કોર સાથે છે, કારણ કે તેમને તેમના માતાના દૂધમાંથી પર્યાપ્ત આયોડિન મળે છે. ઓછા પ્રમાણમાં આયોડિનની ઊણપથી બાળકોમાં મગજનો પૂરતો વિકાસ ન થવાનું અને આઇક્યુ ઘટવાનું જોખમ છે.
મહિલાઓએ આયોડાઇઝ સોલ્ટના સ્વીકાર્ય પ્રમાણના ઉપયોગ દ્વારા અથવા પોતાના ભોજનમાં માછલી અને ડેરી પ્રોડક્ટ્સ ઉમેરીને આયોડિનની રોજિંદા જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ. માછલી અને ડેરી પ્રોડક્ટ્સ આયોડિનના મુખ્ય છે.
માતાને સ્તનપાનથી વિવિધ ફાયદા થાય છે, જેમાં સામેલ છે - એનાથી વધારાની કેલેરી બર્ન થાય છે તથા સ્તન અને અંડાશયનાં કેન્સરનું જોખમ ઘટે છે. સ્તનપાનથી નવજાત બાળકોને વિકાસ માટે આદર્શ પોષક દ્રવ્યો મળે છે, એમાં એન્ટિબોડીઝ હોય છે, જે તેમને વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે, એલર્જીનું જોખમ ઘટાડે છે, કાનનાં ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે, શ્વાસોશ્વાસનો રોગ ઘટે છે અને ડાયરિયાના લક્ષણો દૂર થાય છે.
સંપૂર્ણપણે જોઈએ સારું સ્વાસ્થ્ય જળવાઈ રહેવાથી હોસ્પિટલની મુલાકાત ઓછી લેવી પડે છે અને સારવાર માટે ઓછી વાર ભરતી થવું પડે છે. સારાં સમાચાર એ છે કે, નિયમિત સ્તનપાનથી સ્તનનું કેન્સર, અંડાશયનું કેન્સર અને ટાઇપ ૨ ડાયાબીટિસનું જોખમ ઘટે છે તથા માતાઓમાં મૃત્યુ નિવારી શકાશે.