બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

MS ધોનીનો મહિલા ક્રિકેટરે તોડ્યો T-20 મેચમાં વિકેટ કિપિંગનો રેકોર્ડ...

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોનીનો વિકેટકિપિંગનો રેકોર્ડ એક મહિલા ક્રિકેટરે તોડી નાંખ્યો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને વિકેટકિપર એલિસા હેલીએ ઈન્ટરનેશનલ ટી-20 મેચોમાં ધોનીને પાછળ છોડી દીધો છે.હિલીએ હવે વિકેટકિપર તરીકે સૌથી વધારે શિકાર કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી -20 મેચમાં તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.હવે એલિસા 99 ટી-20માં 92 કેચ અને સ્ટમ્પિંગ પોતાના નામે કરી ચુકી છે.જ્યારે ધોનીએ વિકેટની પાછળ 91 શિકાર ઝડપ્યા છે.હિલી પછી ઈંગ્લેન્ડની વિકેટકીપર સારા ટેલર છે.જેણે વિકેટની પાછળ 74 કેચ અને સ્ટમ્પિંગ કર્યા છે.

હિલી હવે મહિલા અને પુરષ એમ બંને પ્રકારના ક્રિકેટરોમાં આગળ નીકળી ગઈ છે.ધોનીએ ઈન્ટરનેશનલ ટી-20માંથી સન્યાસ લઈ લીધો છે.આ સંજોગોમાં હિલીનો રેકોર્ડ આવનારા થોડા સમય સુધી તો તુટે નહીં તેમ લાગે છે.કારણકે ધોની પછી કેચ અને સ્ટમ્પિંગ કરવામાં વેસ્ટ ઈન્ડિઝના કિપર રામદીન છે.તેણે 63 કેચ અને સ્ટમ્પિંગ કર્યા છે.