બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મુકેશ અંબાણી: ટોચના પાંચ અબજોપતિની યાદીમાં પ્રવેશ કરીને ભારતને ગૌરવ અપાવ્યું...

મુકેશ અંબાણી: વિશ્વના 4થા સૌથી ધનિક બન્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમન મુકેશ અંબાણીએ વિશ્વના સૌથી ધનવાન બનવા તરફ તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે ટુંકા ગાળામાં જ તેઓ 4થા નંબરના વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. હમણા થોડા દિવસો પહેલાં જ મુકેશ અંબાણી ટોપ-10 ધનિકોમાં સામેલ થયા હતા.બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેકસ ના તાજા રિપોર્ટ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ મૂકી હવે વિશ્વના ચોથા સૌથી ધનિક શખસ બની ગયા છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 80.6 અબજ ડોલર થઇ ગઇ છે. આ પાછળનું કારણ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ જેમાં રોકાણની પ્રક્રિયા શરૂ કરી હતી.  આ શુક્રવારે રિલાયન્સના શેર 2146 રૂપિયાના ભાવે બંધ થયા.  તેમની સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે.

માર્ક ઝૂકરબર્ગ 100 અબજ ડોલર કલબમાં સામેલ થયા 

 ફેસબુકના સ્થાપક માર્ક ઝૂકરબર્ગ ની સંપત્તિ 102 અબજ ડોલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં મુકેશ અંબાણી કરતા અત્યાર સુધી 1 અબજ વધુ ડોલરનો એટલે 23 અબજ ડોલરનો વધારો નોંધાયો. તેઓ પહેલી વખત 100 અબજ ડોલરની કલબમાં સામેલ થયા છે.

અમેઝોનના માલિક જેફ બેઝોસ સંપત્તિના મામલે સૌથી આગળ છે.

જેફ બેઝોસ પત્નીને છૂટાછેડા આપતા એક ચતુર્થાંશ સંપત્તિ આપી દીધા બાદ પણ તેમની આવકમાં દિવસેને દિવસે ઝડપી વધારો થઇ રહ્યો છે. હાલ તેમની કુલ સંપત્તિ 187 અબજ ડોલર છે. આ વર્ષે તેમાં 72.1 અબજ ડોલરનો વધારો નોંધાયો.

બિલ ગેટ્સ તેમનો બીજા સ્થાન રાખવામાં સફળ રહ્યો

વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ની સંપત્તિ 121 અબજ ડોલર છે. તેમની સંપત્તિમાં આ વર્ષે સામાન્ય કહેવાય તેવો 7.5 અબજ ડોલરનો વધારો થયો.

 બર્નાર્ડ અર્નાલ્ટ ફેમિલીની સંપત્તિમાં 25 અબજ ડોલરનું નુકસાન 

બ્લૂમબર્ગના લિસ્ટમાં પાંચમા નંબરના સૌથી ધનિક બર્નાર્ડ અર્નાલ્ટ ફેમિલીની કુલ સંપત્તિ 80.2 અબજ ડોલર છે. તેઓ આ લિસ્ટમાં એક માત્ર ધનવાન છે, જેમની સંપત્તિ આ વર્ષે ઘટી છે. તેમને સંપત્તિમાં 25 અબજ ડોલરનું નુકસાન થયું છે.