બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મુંબઇઃ બંધ ઘરના ટોઇલેટમાંથી 3 ફૂટ લાંબી ગરોળી નીકળી!!!

  • ઘરના લોકો બે મહિનાથી દહિસરમાં રહેતા હતા
  • બંધ ઘર જોઇ ગરોળી ટોઇલેટમાં ઘૂસી ગઇ હતી
  • રેસક્યૂ કરી ગરોળીને જંગલમાં છોડી દેવાઇ 

મુંબઇના કાંદિવલીની એક ચાલીના ઘરના ટોઇલેટમાં વિચિત્ર ગરોળી જોઇ લોકોના ભયથી હોશ ઊડી ગયા હતા. કારણ કે તેની લંબાઇ 3 ફૂટ છે. જાણ થતાં આસપાસના લોકો તેને જોવા ઊમટી પડ્યા હતા.લોકોએ આટલી મોટી ગરોળી જોઈને ડર અનુભવ્યો હતો, કોઈ પણ તેની નજીક જવાની હિંમત કરતું ન હતું.સ્થાનિકલોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ અને પ્રાણી બચાવ ટીમને બોલાવી હતી. તપાસ દરમિયાન જણાયું કે આ ગરોળી ટોઇલેટનું પ્લાસ્ટિક એકઝોસ્ટ તોડીને અંદર ઘૂસી હતી.

મુંબઈમાં પૂરને કારણે લોકો અને પ્રાણીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે

તપાસ દરમિયાન ઘરના માલિક અવિનાશ ગાવડે આઇટી પ્રોફેશનલે જણાવ્યું હતું કે “અમે અત્યારે દહિસરમાં રહીએ છે. તેથી કાંદિવલીની ચાલીનું ઘર બે મહિનાથી બંધ હતું. શુક્રવારે આવીને ઘરનું તાળુ ખોલ્યું અને અંદર ગયા. ટોઇલેટનો દરવાજો ખોલી જોયું તો એકઝોસ્ટ ફેન તૂટેલું પડેલું હતું. પંખો ઊઠાવવા જેવો ઝૂક્યો કે ટોઇલેટની અંદર આટલી મોટી! ગરોળી જોઇ મારા તો હોશ જ ઊડી ગયા. તાત્કાલિક ઘરની બહાર ભાગી ગયો હતો.”

આ એક ઇન્ડિયન મોનિટર લિઝાર્ડ (Indian monitor Lizard) છે

એનજીઓના રેસ્ક્યૂઅર અમિત સડકેએ જણાવ્યું કે આ એક ઇન્ડિયન મોનિટર લિઝાર્ડ (Indian monitor Lizard) છે. જે ટોઇલેટના કમોડમાં બેસી ગઇ હતી. તેને કાઢી પશુ ચિકિત્સક પાસે લઇ ગયા હતા. ત્યાં તપાસ કરાવી તેને જંગલમાં છોડી દેવાઇ છે. સંસ્થાના સભ્ય ચિત્રા પેડનેકરે જણાવ્યું કે મુંબઉમાં ભારે વરસાદને કારણે જન-જીવન અસ્ત વ્યસ્ત છે. પશુ-પ્રાણી પણ પોતાની સુરક્ષા માટે ઠેકાણા શોધે છે. આ ગરોળી પણ સુકી અને ગરમ જગ્યા શોધતા ટોઇલેટમાં ઘૂસી ગઇ હશે. જ્યારે પશુ ચિકિત્સક ડો. સુનેત્રા વડકેએ જણાવ્યું તે તેમણે ગરોળીનું ચેકઅપ કર્યું હતું. તે સંપૂર્ણપણે સુરક્ષિત હતી. તેથી તેને જંગલમાં છોડી દેવાઇ.