બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બૉલીવુડના ખ્યાતનામ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા...કારણ અકબંધ..

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરી લીધી છે. તેમણે મુંબઈના બાંદ્રામાં આવેલા પોતાના ઘર પર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાનું કારણ હજુસુધી સ્પષ્ટ નથી થઇ શક્યું. જાણકારી અનુસાર, તેમના ડોમેસ્ટિક હેલ્પ- નોકરે ફોન કરીને પોલીસને આત્મહત્યા વિશે જણાવ્યું હતું.

પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. શરુઆતની જાણકારી અનુસાર, તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા. જાણકારી મળી રહી છે કે જે સમયે તેણે આપઘાત કર્યો ત્યારે તેના કેટલાક મિત્રો ઘર પર જ હતા. રૂમનો દરવાજો તોડવાથી ખબર પડી કે તેમણે ગળે ફાંસો ખાઈ લીધો છે. તેમના કેટલાક દોસ્તોએ જણાવ્યું કે ડિપ્રેશનના કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે.

શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મમાં તેઓ વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે જોવા મળ્યા હતા. જો કે તેમણે સૌથી વધારે નામના ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીનો રોલ ભજવીને મેળવી હતી. નીરજ પાંડે નિર્દેશિત એમ.એસ. ધોનીની બાયોપિક સુશાંતના કેરિયરની પ્રથમ ફિલ્મ હતી જેણે સો કરોડનું કલેક્શન મેળવ્યું હોય.

સુશાંત આ ઉપરાંત ફિલ્મ સોનચીડીયામાં પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓની કેદારનાથ ફિલ્મ પણ ઘણી ચર્ચામાં રહી હતી. તો સુશાંતની અપકમિંગ ફિલ્મ હતી કીઝી ઔર મેની. આ ફિલ્મનું કેટલાક સમય પહેલા ફર્સ્ટ લુક પણ રીલીઝ થયું હતું.

એક અઠવાડિયા પહેલા જ બની હતી આ ઘટના:

એક અઠવાડિયા પહેલા તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે બાલ્કનીથી કુદીને આત્મહત્યા કરી હતી.

સફળ રહ્યું હતું ફિલ્મી કરિયર:

સુશાંત સિંહ છેલ્લી વખત ડ્રાઈવ ફિલ્મમાં નજર આવ્યા હતા. તેમણે વર્ષ ૨૦૧૩ માં કાઈપો છે ફિલ્મથી બોલીવુડમાં પગલા માંડ્યા હતા. ૩૪ વર્ષીય સુશાંત સિંહે ૧૧ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની મોટાભાગની ફિલ્મોએ બોક્સ ઓફીસ પર ઘણી કમાણી કરી હતી.

એમ.એસ. ધોની, છિછોરે, કાઈપો છે, પીકે જેવી ફિલ્મોએ ઘણી કમાણી કરી હતી. ફિલ્મોમાં આવતા પહેલા તેઓ ટીવી સિરીયલોમાં કામ કરતા હતા. ત્યાં પણ તેમણે ઘણી સફળતા હાંસલ કરી હતી.

ટીવી સીરીયલોથી શરુ કરેલું કરિયર:

સુશાંત બોલીવુડના અત્યંત લોકપ્રિય એક્ટર હતા. તેમણે કેરિયરની શરુઆત ટીવી એક્ટર તરીકે કરી હતી. તેમણે સૌથી પહેલા કિસ દેશ મેં હૈ મેરા દિલ નામના ધારાવાહિકમાં કામ કર્યું હતું પણ તેને ઓળખ એકતા કપૂરના ધારાવાહિક પવિત્ર રિશ્તાથી મળી. ત્યારબાદ તેમણે ફિલ્મોની સફર શરુ કરી હતી.