બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

નેનો ટેકનોલોજીની મદદથી પ્રોડક્ટ બનાવી , જે ફેફસાંમાં રહેલી કેન્સરની ગાંઠને ઓગાળી શકશે.

ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી નિરમા યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર મયુર પટેલ અને ડૉ.ભૂમિકા પટેલના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.સ્ટુડન્ટ શ્રુતિ રાવલે નેનો ટેકનોલોજીની મદદથી ફેફસાંના કેન્સરના ત્રીજા સ્ટેજ સુધીના દર્દીઓને થયેલી ગાંઠને ઓગાળી શકે તેવા પાવડર સ્વરૂપની પ્રોડક્ટ તૈયાર કરી છે. 

શ્રુતિ રાવલે કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંચાલિત ગ્લોબોકેન જણાવ્યા અનુસાર ભારતમાં ફેફસાંના કેન્સરથી પીડિત દર્દીઓની સંખ્યા આશરે ૬૭૦૦૦ જેટલી છે ત્યારે ફેફસાંના કેન્સરના  દર્દીઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે સમયાંતરેે હોસ્પિટલમાં જઇને કિમોથેરાપી હેઠળ ઇન્જેક્શન લઇને સારવાર મેળવતા હોય છે જે ખૂબ ખર્ચાળ છે.

તેમજ સારવારમાં અપાતા ઇન્જેક્શનથી કેન્સરની ગાંઠના કોષને મારવાની સાથે શરીરના બીજા નોર્મલ કોષને પણ નુકસાન પહોંચાડે છે ત્યારે અમે નેનોટેકનોલોજીની મદદથી પાવડર સ્વરૃપે પ્રોડક્ટ તૈયાર કરી છે જેને દર્દીઓ પોતાના ઘરે રહીને  સારવારમાં લઇ શકે છે. આ પ્રોડક્ટ બીજા નોર્મલ કોષોને નુકસાન પહોંચાડતી નથી. એસોસિએટ પ્રો. મયુર પટેલે કહ્યું કે, નેનોટેકનોલોજીની મદદથી  ફેફસાંના કેન્સરના દર્દીઓને ઘરે જ ઓછા ખર્ચે સારવાર મળી રહે તે માટેની આ પ્રોડક્ટ તૈયાર કરી છે જે કોઇપણ આડઅસર વિના ખૂબ ઉપયોગી બની રહેશે.