બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઉદ્ધવ ઠાકરેને લાફો મારવાની વાત કરનારા મોદી સરકારના મંત્રી ભારે ફસાયા, ધરપકડ કરવામાં આવી

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરને લઈને વિવાદિત ભાષાનો પ્રયોગ કરવાના કારણે પોલીસ દ્વારા કેન્દ્રિય કેબિનેટ મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં જ નારાયણ રાણે દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, 'ઉદ્ધવ ઠાકરેને દેશને આઝાદ થયે કેટલા વર્ષ થયા તેની ખબર જ નથી, આવા સીએમને એક લાફો મારવો જોઈએ. જ્યારે આ સમગ્ર ઘટના કંઇક આ પ્રકાર હતી કે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે દ્વારા પોતાના એક ભાષણ દરમિયાન દેશની આઝાદીને કેટલા વર્ષ થયા તે જાણવા માટે પાછળ વળીને જોવું પડ્યું હતું, તેને લઈને કેબીનેટ મંત્રી નારાયણ રાણે દ્વારા કહેવામાં આવું હતું કે, તે દરમિયાન હું ત્યાં હોત તો મેં તેમને ત્યાં જ એક લાફો મારી દીધો હોત.'

અત્યારના સમયે નારાયણ રાણેની મહારાષ્ટ્રમાં જન આશિર્વાદ યાત્રા ચાલી રહેલી છે. તેઓ રત્નાગીરીના સંગમેશ્વર પહોંચ્યા હતા ત્યારે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં તેમની ધરપકડની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ, રાણેના નજીકના સાથી પ્રમોદ જાથર દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ પાસે કોઈ અરેસ્ટ વોરન્ટ નહોતો. જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી રહી હતી કે, રાણેની ધરપકડ કરવા માટે ઉપરથી જોરદાર પ્રેશર આપવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન પ્રમોદ જાથર દ્વારા મીડિયાથી વાત કરતા કહેવામાં આવ્યું હતું કે, જિલ્લા એસપી નારાયણ રાણેની ધરપકડ કરાઈ હતા. તેમની પાસેથી વોરન્ટ માંગવામાં આવ્યું હતું. આ સિવાય તેમને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, નારાયણ રાણે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે. તેમની ધરપકડ માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી જરુરી છે. તેમ છતાં એસપીએ જણાવ્યું હતું કે, રાણેની પાંચ જ મિનિટમાં ધરપકડ કરી લેવા આવે તેવું અમને ઉપરથી જોરદાર પ્રેશર આપવામાં આવી રહ્યું છે.

જ્યારે બીજી તરફ  ધરપકડ બાદ નારાયણ રાણેના બ્લડ પ્રેશર અને શુગરમાં વધારો થતા સરકારી ડોક્ટર અને એમ્બ્યુલન્સને ધરપકડના સ્થળે મોકલી દેવામાં આવી હતી. નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમના બંને દીકરા નિતેશ રાણે અને નિલેશ રાણે પણ તેમની સાથે જ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને હાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ભાજપ નારાયણ રાણેના નિવેદનને ટેકો આપતો નથી પરંતુ તેમની ગેરકાયદેસર ધરપકડનો પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવે છે.

નોંધનીય છે કે, નારાયણ રાણેના આ નિવેદન પર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા રોષ ફાટી નીકળ્યો હતો. તેમના વિરુદ્ધ રત્નાગીરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. શિવસૈનિકોએ મહારાષ્ટ્રમાં ઠેરઠેર ભાજપના કાર્યાલયો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં રાણેના જુહુ સ્થિત ઘર સામે શિવસૈનિકોએ ભેગા થઈને જોરદાર હલ્લાબોલ કર્યો હતો. ભાજપ અને શિવસેનાના સૈનિકો વચ્ચે આ દરમિયાન મારામારી પણ જોવા મળી હતી. બંને જૂથોની વચ્ચે પથ્થરમારો શરુ કરવામાં આવતા પોલીસને સ્થિતિ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં વધારાનું પોલીસ બંદોબસ્ત ખડકી દઈને રસ્તા બંધ કરી દેવાયા હતા. થાણેમાં પણ શિવસૈનિકોએ નારાયણ રાણેને 'મરઘી ચોર' કહી હાથમાં મરઘા પકડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેની સાથે નવી મુંબઈમાં પણ વાશીમાં શિવાજી પાર્કમાં શિવસૈનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ધરણા કરવામાં આવ્યા હતા.