પ્રધાનમંત્રી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ટેલીફોન પર ચર્ચા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન સાથે ટેલીફોન પર વાર્તાલાપ દરમિયાન તેમને અને યુએઇના લોકોને ઇદ-ઉલ-ફિત્રની શુભેચ્છા આપી હતી.
બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો વચ્ચે અસરકારક સહકાર બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ યુએઇમાં વસતા ભારતીયોને આપવામાં આવેલા સહકાર બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ ક્રાઉન પ્રિન્સ, શાહી પરિવાર અને યુએઇના લોકોનું આરોગ્ય ખૂબ સારું રહે અને સુખાકારી જળવાઇ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.