વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢમાં અતિ વ્યસ્તતા વચ્ચે પણ પઢિયાર પરિવારને અંગત રીતે મળ્યા
વિશ્વનેતા , યુગ પુરૂષ, મહામાનવ , લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબે તેમની જુનાગઢની મુલાકાત સમયે અતિ વ્યસ્તસ્તા વચ્ચે પણ પીઢ અને જુના જનસંધી આગેવાન સ્વર્ગસ્થ નારસિંહભાઈ પઢિયારના સમગ્ર પરિવારજનોને મળીને તેમની સાથે વાતો કરી હતી.
સ્વ.નારસિંહભાઈ અને તેમના પત્ની સ્વ. જીકુંવરબાને તેમણે યાદ કર્યા હતા સ્વ.નારસિંહભાઈના ત્રણેય સુપુત્રો શ્રી મહેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ (યોગીભાઈ),નરેન્દ્રસિંહ તેમજ બહેન શ્રી ગીતાબેન તેમજ સહુ પરિવારજનોને પરિચય પુછી ખબર અંતર પૂછ્યા હતા....નારસિંહભાઈના દીકરી ગીતાબેન ફક્ત આઠ મહિનાના હતા ત્યારે મુરબ્બી વડીલ હેમાબહેન આચાર્યની આગેવાનીમાં જીકુંવરબા પઢિયારે કચ્છ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તે ઘટનાની યાદી કરી હતી , તો નાના પુત્ર નરેન્દ્રસિંહના જન્મ વખતે કટોકટી હતી તો તેને સહુ "મીસા કુમાર" તરીકે બોલાવતા તે વાત પણ કરી .
યોગેન્દ્રસિંહ (યોગી)અને મહેન્દ્રસિંહનાં દિકરા જયસિંહને હાલમાં પાર્ટીમાં શું જવાબદારી છે ? એ વિશે પૂછપરછ કરી હતી .....તો યોગેન્દ્રસિંહનાં પત્ની જેઓ શિક્ષકા છે અને કન્યા વિધા મંદિર, જોષીપુરા ખાતે સંસ્કૃત વિષય ભણાવે છે તેમણે શ્રી નરેન્દ્રભાઈને એક સુચન પણ કર્યું કે, નવી શિક્ષણ નીતિ ખુબ સારી છે , પણ સંસ્કૃત વિષય પ્રાથમિક ધોરણથી ફરજીયાત કરવામાં આવે તો સહુને દેવભાષાનું મહત્વ રહે , યોગીભાઈની દિકરી લેખાબા પણ સાઇકોલોજી વિષયમાં કોલેજ કરે છે તો હસતા હસતા "તું દરેકને તે મુજબ શિખડાવજે" આવી વાતો સહજતાથી કરી હતી ,
મહેન્દ્રસિંહ પઢિયારે પોતાનો ગઝલ સંગ્રહ 'લય-શિલ્પ' ભેટ આપ્યો તો શ્રી નરેન્દ્રભાઈએ હસતા હસતા પૂછ્યું કે, હજી આ ચાલુ જ રાખ્યુ છે ? તો હજી ચાલુ જ રાખવા જણાવેલ , મહેન્દ્રસિંહનાં જમાઈ જયદીપસિંહ વાઘેલા કે જેઓ ઓમ એન્જિનિયરીંગ કોલેજનાં ચેરમેન છે તેઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
મહેન્દ્રસિંહનો પૌત્ર સિદ્ધાર્થ પગે લાગ્યો તો તેનો કાન પકડી નામ પૂછી વહાલ કર્યું હતું. પરિવારજનો તરફથી વડાપ્રધાનશ્રીને ગિરનારનું એક સુંદર ચિત્ર ભેટ આપવામાં આવ્યું હતું.
મારા પિતાજી નારસિંહભાઈ સાથે તેમણે કામ કર્યું છે પણ તેમની ગેરહાજરીમા સમગ્ર પરિવારને મળવું એ જ તેમની મહાનતા છે.
પઢિયાર પરિવારની જેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં અગ્રણી શ્રી જીતુભાઈ ભીંડીને પણ સપરિવાર મુલાકાત આપી હતી.