શું તમારુ વજન આદર્શ વજન છે?? જાણો નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશને શું કર્યા બદલાવ
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશન (એનઆઈએન) એ ભારતીયોના આદર્શ વજનમાં પાંચ કિલોનો વધારો કર્યો છે. 2010માં બાઈડિયલ અથવા રેફરન્સ ભારતીય પુરુષનું વજન 69 કિલો હતું, એ હવે પછી 65 કિલો થયું છે. સ્ત્રીઓની બાબતમાં દસકા પહેલાનું 50 કિલોનું વજન 55 કિલો થયું છે.
આ સાથે રેફરન્સ ભારતીય પુરુષની ઉંચાઈ 5 ફુટ 6 ઈંચ અને સ્ત્રીની 5 ફુટ હતી તે હવે સુધારી 5.8 ફુટ અને 5 ફુટ 3 ઈંચ કરવામાં આવી છે. આ સંદર્ભ હવે નોર્મલ બોડી માલ ઈન્ડેકસ માટે લેવામાં આવશે. એનઆઈએનના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે નેશનલ ફૂડ ઈન્ટેક વધતા આ સુધારો કરવામાં આવ્યો છે. વળી, 10 વર્ષ પહેલાં માત્ર શહેરી ડેટા મેળવવામાં આવતા હતા તે આ વખતે શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાંથી લેવામાં આવ્યા છે.
આઈસીએમઆર હેઠળની આ અગ્રણી ન્યુટ્રીશન સંશોધન સંસ્થાએ ડાયેટ્રી એલાઉન્સની પણ ભલામણ કરી છે. તેમાં તેણે ભારતીયો માટે સરેરાશ પોષણ જરૂરિયાતનો અંદાજ પણ રજુ કર્યો છે.
રેફરન્સ એડલ્ટ પુરુષ અને સ્ત્રીની વયસંબંધી વ્યાખ્યા પણ 20-39 વર્ષના બદલે સુધારી 19-39 કરવામાં આવી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે 1999માં અગાઉની એકસપર્ટ સમીતીએ બોડી વેઈટ અને હાઈટનો રેફરન્સ આરોપીઓ સુધી ભારતીય બાળકો અને કીશોરોના વજન અને ઉંચાઈનો લીધો હતો. 2010માં અન્ય એક સમીતીએ માત્ર 10 રાજયોની ન્યુટ્રીશન પ્રોફાઈલ લીધી હતી. બન્ને સમીતીઓએ પુરુષો માટે 60 કિલો અને સ્ત્રીઓ માટે 50 કિલોનું રેફરન્સ વજન નકકી કર્યું હતું.
2020ની સમીતીએ આખા ભારતમાંથી ડેટા લીધા હતા. એમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે 4 (2015-16) નેશનલ ન્યુટ્રીશન મોનીટરીંગ બ્યુરો (2015-16), વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (2006-07) અને ઈન્ડીયન એકેડેમી ઓફ પીડીયાડિકસ (2015)માં અભ્યાસ ધ્યાનમાં નહીં રેફરન્સ બોડી વેઈટ વેલ્યુ નકકી કરી હતી.
પહેલી જ વખત પોષણ બાબત પરની આઈસીએમઆરની નિષ્ણાંત સમીતીએ ફાઈબર આધારીત એનર્જી ઈનટેક માટે ભલામણ કરી છે. ખોરાકના 2000 કિલો કેલેરી દીઠ 40 ગ્રામને સલામત ગણવામાં આવ્યું છે. પુખ્ત વયના આરામપ્રિય-બેઠાડું, સાધારણ અને ભારો પરિશ્રમ કરતા વ્યક્તિઓ માટે વિઝીબલ ફેટ ઈનટેક દિવસમાં અનુક્રમે 25,30 અને 40 ગ્રામ નકકી કરવામાં આવ્યો છે. પુખ્ત વયની મહિલા માટે આ ઈનટેક (પ્રમાણ) અનુક્રમે 20,25 અને 30 ગ્રામ નકકી કરવામાં આવ્યો છે.
વળી, પહેલી જ વાર કાર્બોહાઈડ્રેટના ડાબેડી ઈનટેક માટે પણ પહેલીવાર ભલામણ કરવામાં આવી છે. એ મુજબ 1 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિ માટે દરરોજ 100 ગ્રામ એનર્જીની જરૂરિયાત બતાવવામાં આવી છે. એવી જ રીતે કેલ્સીયમની જરૂરિયાત પુખ્ત વયના પુરુષો અને સ્ત્રી માટે 200 મિલીગ્રામ બતાવવામાં આવી છે.
માસિક ખર્ચ પાર કરી ગયેલી મહિલાઓ માટે દૈનિક 1200 એમજીની જરૂરિયાત દર્શાવાઈ છે.The ideal weight of Indian men is 65 kg and that of women is 55 kg કોમન સોલ્ટની જરૂરિયાત પાંચ ગ્રામ યથાવત રાખવામાં આવી છે. સોડીયમ ઈન્ટેકની મર્યાદા 2 ગ્રામ રાખવામાં આવી છે.