નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા અધ્યક્ષ તરીકે પરેશ રાવલ.
લોકસભાના ભુતપુર્વ સાંસદ અને બોલિવુડ ના અભિનેતા પરેશ રાવલ ને આપણા રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ના નવા અધ્યક્ષ તરીકે નિમવામા આવ્યા છે. ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમા પરેશ રાવલ ને 1994 મા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારોથી નવાજવામા આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પરેશ રાવલને ફિલ્મ ઉદ્યોગ મા તેમના યોગદાન માટે તેમને 2014 મા પદ્મશ્રી વડે નવાજવામા આવ્યા હતા. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ઍ વિશ્વની અગ્રણી ફિલ્મ તાલિમ સંસ્થા છે. સંગીત નાટક અકાદમી દ્વારા 1959 મા તેની સ્થાપના કરવામા આવી હતી. તેમજ 1975 મા તે એક સ્વતંત્ર સંસ્થા બની અને એક સ્વાયત્ત સંસ્થા તરીકે માન્યતા મળી.