બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બાવળા તાલુકામાં આવેલાં સાલજડા ગામે વર્ષોથી ઉજવામાં આવતી માતાજીની માંડવી નવા નીતી નિયમો સાથે નીકળવામાં આવી...

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કહર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તહેવારો ચાલી રહ્યા છે. કોરોનાકાળને ધ્યાનમાં રાખીને આ વર્ષે સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબા કરવાની છૂટ આપવામાં આવી નથી. અનેક મંદિરોની વર્ષો જૂની પરંપરાઓ પણ જળવાઈ રહી નથી.



ભલે કોરાનાકાળ માં માતાજી ના ભકતો ગરબા ના રમી શક્યો હોય પણ દરેક વર્ષની જેમ જ માતાજી ની ભક્તિ ભકતો તે જ પ્રમાણે કરી રહ્યા છે અમદાવાદ ના બાવળા તાલુકામાં આવેલાં સાલજડા ગામે વર્ષોથી ઉજવામાં આવતી માતાજીની માંડવી નવા નીતી નિયમો સાથે નીકળવામાં આવી હતી જેમાં સરકાર ની ગાઇડલાઈન પ્રમાણે ગણતરીની લોકો દ્વારા જ સોશીયલ ડિસ્ટન્સ સાથે જ માતાજી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અને ભકતો ભક્તિમાં તરબોળ થયા હતા.