બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આજ પણ ગૂંજે છે નીમ કરોલી બાબાની ભવિષ્યવાણી: કેંચી ધામ બન્યું વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર

ભક્તિ, કરુણા અને અદ્વૈતના પથ પર ચાલતા નીમ કરોલી બાબાએ પોતાના જીવનકાળમાં અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. પરંતુ સૌથી જાણીતી અને આશ્ચર્યજનક ભવિષ્યવાણી એવી હતી, જે તેમણે કેંચી ધામ આશ્રમ વિશે કરી હતી. ત્યારે ત્યાં જંગલો સિવાય કંઈ નહોતું. એક દિવસ એક ભક્તે તેમને પૂછ્યું, “બાબા, અહીં તો જંગલ છે, તમે મંદીર બનાવી રહ્યાં છો પણ અહીં આવશે કોણ?”


બાબાએ સ્પષ્ટ રીતે કહ્યું કે આજે ભલે અહીં શાંતિ છે, લોકો ઓછા છે, પરંતુ આવનારા 50 વર્ષ પછી કેંચી ધામ એક જ્ઞાન અને આધ્યાત્મિકતા નું કેન્દ્ર બની જશે. તેમણે કહ્યું હતું કે આ સ્થાનનું સ્વરૂપ બદલાઈ જશે અને અહીં વિશ્વભરના લોકો શાંતિ, આશિર્વાદ અને આત્મિક ઉન્નતિ માટે આવશે.


ભવિષ્યવાણી બની હકીકત

2023-24 ના વર્ષોમાં, જ્યારે બાબાની સમાધિને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ખરેખર એ ભવિષ્યવાણી જીવંત અને જગપ્રસિદ્ધ બની છે. કેંચી ધામ આજે માત્ર ભારત નહીં, પણ સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ, આત્માની શોધમાં હોય એવા યાત્રીઓ અને વિખ્યાત વ્યકિતઓને આકર્ષી રહ્યું છે.


એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સે જ્યારે જીવનમાં એક દૂરગામી પરિવર્તનનો સમય અનુભવ્યો, ત્યારે તેમણે ભારત આવીને કેંચી ધામની મુલાકાત લીધી હતી. તેમની વાતોથી પ્રેરાઈને ફેસબુકના માર્ક ઝુકરબર્ગે પણ અહીં પગલા મૂક્યા હતા. આજે આ આશ્રમ Google, Apple, Facebook, Amazon જેવા ઘણા વૈશ્વિક નેતાઓ માટે આધ્યાત્મિક શરણસ્થળ બની ગયું છે.


વિશ્વભરમાંથી આવે છે શ્રદ્ધાળુઓ

દર વર્ષે હજારો નહીં, પરંતુ લાખો લોકો કેંચી ધામમાં દર્શન કરવા માટે આવે છે. જૂન મહિનામાં આયોજિત કેંચી મહોત્સવમાં તો લોકોની ભીડથી સડકો છલકાય છે. આધ્યાત્મિકતા, આધ્યાત્મિક ઊર્જા અને સંતોની કૃપા અનુભવી શકે એવું સ્થાન આજે કેંચી ધામ બની ગયું છે — એકદમ એ જ રીતે જેમ બાબાએ કહ્યું હતું.