બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વળી પાછો એક વધુ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો એક વિભાગ પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે છે. નાસા માને છે કે આવનારા ૧૦૦ વર્ષમાં ૨૨ જેટલા એસ્ટરોઇડસ છે જે પૃથ્વીને ટકરાઇ શકે તેવી શકયતા ધરાવે છે.૧૭ ઓકટોબરના રોજ ૨૦૨૦ટીકે૩ નામનો એસ્ટરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે. 

જો કે આ લઘુગ્રહનું પૃથ્વીથી ચંદ્રમાં જેટલું હશે. લુનાર ડિસ્ટન્સ આમ તો સ્પેસમાં વધારે ના ગણાય તેમ છતાં પૃથ્વીને નુકસાન થવાની કોઇ જ શકયતા નથી. આ લઘુગ્રહની લંબાઇ માત્ર ૧૧ મીટર જેટલી છે આથી માનો કે ટકરાય તો પણ વાયુમંડળમાં ઘર્ષણ ઉર્જાથી બળીને ખાખ થઇ જશે. જો કે આનું પૃથ્વીથી નજીકનું અંતર જોતા પૃથ્વી નજીક (નીઓ)ની શ્રેઁણીમાં રાખવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પૃથ્વી પછી મર્કયૂરી અને વીનસ તરફ જઇને પૃથ્વીના પાછળના ભાગમાં પસાર થશે અને પછી મંગળ ગ્રહ તરફ જતો રહેશે. આ એસ્ટરોઇડની પ્રતિ કલાક ૪૦ કિમીની ઝડપ છે જે માત્ર ૧ કલાકમાં જ પૃથ્વી નજીકથી પસાર થઇને આગળ નિકળી જશે.

આમ તો એક ખગોળીય ઘટના છે જે સદીઓથી બનતી આવે છે પરંતુ લાખો વર્ષ પહેલા પૃથ્વી પર રહેતા ડાયનાસોરનું નિકંદન પૃથ્વી સાથે લઘુગ્રહ ટકરાવાથી થયું હતું એવી થિયેરી પછી લઘુગ્રહ અંગેના સંશોધન અને ભ્રમણમાં સામાન્ય માનવીઓનો પણ રસ વધ્યો છે.લઘુગ્રહ કોઇ મોટા ગ્રહની જ ચટ્ટાન હોય છે જે સોલારને ભ્રમણ કરે છે. 

સોલાર સિસ્ટમમાં વધારે સંખ્યામાં લઘુગ્રહ મંગળ,ગુરુ અને જુપીટરના ભ્રમણ કક્ષાવાળા બેલ્ટમાં જોવા મળે છે.એવું માનવામાં આવે છે કે ૪.૫ અબજ વર્ષ પહેલા સોલાર સિસ્ટમનો ઉદ્ભવ થયો ત્યારે ગેસ અને ધૂળથી બનેલા વાદળો ગ્રહના સ્વરુપમાં આવી શકયા ન હતા.ત્યાર પછી સમય જતાં ચટ્ટાનોમાં પરીવર્તિત થઇ હતી.