બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે અમેરિકાથી આવ્યું વિશેષ વિમાન..જુઓ ખાસિયત

ભારતે અમેરિકાથી બે બોઈંગ-777ની ડીલ કરી હતી, જેમાંથી એક આજે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું
વિનામમાં VIPs માટે કેબિન અને મેડિકલ સેન્ટરની વ્યવસ્થા, મીડિયા માટે પણ જગ્યા આપવામાં આવી


અમેરિકાથી સ્પેશ્યિલ એરક્રાફ્ટ એર ઈન્ડિયા વન ગુરુવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું. આ વિમાનનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની યાત્રાઓ દરમિયાન કરવામાં આવશે. જેમાં સ્પેશ્યિલ કોમ્યુનિકેશન સિસ્ટમ છે. જેના દ્વારા હવામાં ઓડિયો-વીડિયો કોમ્યુનિકેશન થઈ શકશે અને તેને હેક પણ નહી કરી શકાય.

શું છે આ વિમાનની ખાસિયત?

એરક્રાફ્ટ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે અને મિસાઈલ અટેકને નિષ્ફળ કરીને પલટવાર પણ કરી શકે છે
આ વિમાનમાં હવામાં ઈંધણ ભરી શકાય છે. ઈંધણ ભર્યા પછી તે સતત 17 કલાક સુધી ઉડાન ભરી શકે છે.
વિમાન ભારતથી અમેરિકા સુધી લગભગ સાડા 12 હજાર કિમીનું અંતર એક વખતમાં નક્કી કરી શકે છે.
આ વિમાનમાં VIP માટે મોટી કેબિન છે અને આ ઉપરાંત એક મેડિકલ સેન્ટર પણ છે.
એરક્રાફ્ટમાં મીડિયા માટે પણ જગ્યા છે. પાછળની સીટો ઈકોનોમી ક્લાસ છે અને બાકીની સીટો બિઝનેસ ક્લાસ છે.


અમેરિકા સાથે બે વિમાનોની ડીલ થઈ છે
ભારતે અમેરિકા સાથે બે બોઈંગ-777 ER એરક્રાફ્ટ (એર ઈન્ડિયા વન) ખરીદવાની ડીલ કરી હતી. જેમાંથી એક ભારત આવી ચુક્યું છે. એર ઈન્ડિયા વન(B-777) એરક્રાફ્ટનું તમામ પ્રકારનું પરીક્ષણ પહેલા કરવામાં આવી ચુક્યું છે.

હાલ એર ઈન્ડિયાને આ વિમાન મળ્યું છે અને પછી ભારતીય વાયુસેનાને હેન્ડઓવર કરવામાં આવશે. જ્યાં સુધી વાયુસેનાના પાયલટ આ વિમાનને ઉડાવવામાં એક્સપર્ટ નહીં થઈ જાય, ત્યાં સુધી એર ઈન્ડિયાના પાયલટ પણ એરક્રાફ્ટ ઓપરેટિંગ ટીમનો ભાગ રહેશે.