બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અફઘાનિસ્તાનમાં તાલીબાનો દ્વારા મહિલાઓ માટે બનાવવામાં આવ્યા નવા નિયમો, જેણે જાણીને તમે ચકિત થઈ જશો

અફઘાનિસ્તાન તાલીબાની રાજ થતા મહિલાઓ માટે ખૂબ જ કડક કાયદા બનાવી દેવામાં આવ્યા છે. જે માનવઅધિકારનો ભંગ કહેવાઈ શકે. શરિયા કાયદા મુજબ મહિલાઓના તમામ અધિકાર છીનવી લેવામાં આવે છે. વર્ષ 2001 માં અફઘાનિસ્તાનમાં તાલીબાનના શાસન દરમિયાન અફઘાનિસ્તાનની મહિલાઓએ ઘણું સહન કરવું પડ્યું હતું. જ્યારે હવે ફરીથી અફઘાનિસ્તાનની મહિલાઓએ તેમના નિયમ મુજબ જીવન પસાર કરવું પડશે. 
તાલીબાનના આ નિયમો જે અફઘાનિસ્તાનની મહિલાઓને માણવા મળશે.

તેમાં મહિલાઓ કોઈપણ નજીકના સંબંધી વગર રસ્તા પર નીકળી શકશે નહીં. જ્યારે મહિલાઓ બહાર નીકળશે તો તેમના માટે બુરખો પહેરવો ફરીજીયાત રહેશે. તેની સાથે મહિલાઓ આવે છે, તે પુરુષને ખબર ન પડે તે માટે મહિલાઓ હીલ્સ પહેરી શકશે નહીં. 

આ દરમિયાન વધુમાં સાર્વજનિક સ્થળો પર અજાણ્યા લોકો સામે મહિલાઓનો અવાજ સંભળાવવો જોઈએ નહીં. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં બારીઓને કલર કરવામાં આવે નહીં, જેથી ઘરની અંદરની મહિલાઓ દેખાઈ નહીં. તેની સાથે મહિલાઓ ફોટોઝ પડાવી શકશે નહીં, મહિલાઓના ફોટોઝ છાપા, પુસ્તકો અને ઘરમાં લગાવેલ હોવા જોઈએ નહીં.
જયારે કોઈપણ સ્થળના નામમાં મહિલાનું નામ હોય તો તેને હટાવી દેવામાં જરૂરી છે. મહિલાઓ ઘરની બાલ્કની અને બારી પર જોવા મળવી ન જોઈએ. કોઈપણ સાર્વજનિક એકત્રીકરણમાં મહિલા ભાગ લઈ શકશે નહીં. મહિલાઓ નેઈલ પેઈન્ટ લગાવી શકશે નહીં અને તેમની મરજી અનુસાર લગ્ન કરી શકશે નહીં. મહિલાઓ નિયમ નહીં માને તો તેમને આકરી સજા આપવામાં આવશે.