બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કરદાતાઓ માટે રાહત ના સમાચાર.. ઇન્કમ ટેકસ ફાઇલ કરવામાં કેટલા મહિના સુધી મુદ્ત વધી...

કોરોના સંકટના કારણે સરકારે વધુ ક વખત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારે કર્યો છે. સરકારે વધુ બે મહિનાની છુટ પીને કરદાતાઓને મોટી રાહત આપી છે. હવે કરદાતાઓ 30 નવેમ્બર સુધીમાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે. આ પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બરની હતી. સરકારના આ નિર્ણયના કારણે એવા લોકોનો મોટી રાહત મળશે જેઓ 2018-19ના વર્ષનું ટેક્સ રિટર્ન હજુ સુધી ભરી શક્યા નથી.


ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, કોવિડ 19 જેવી મહામારીના કારણે કરદાતાઓ સામા આવતી મુશ્કેલોને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ વર્ષ 2019-20ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખને 30 સપ્ટેમ્બરથી વધારીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. 




સામાન્ય રીતે કોઇ પણ આર્થિક વર્ષના ઇન્કમ ટેક્સ રિટ્રન ફાઇલ કરવાની ડેડલાઇન 31 માર્ચની હોય છે. તેવામાં કોરોના મહામારીના કારણે સરકારે પહેલા જ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇનમાં બે વખત વધારો કર્યો હતો. ત્યારે હવે ત્રીજી વખત પણ સરકારે રિટરિન ફાઇલ કરવાની ડેડલાઇનને આગળ વધારી છે. હવે કરદાતાઓને વધારે બે મહિનાનો સમય મળી ગયો છે. 


સીબીડીટીએ જણાવ્યું કે કોરોના સંકટના કારણે લોકોને આ રાહત આપવામાં આવી છે. એક એપ્રિલ 2020થી 29 સપ્ટેમ્બર 2020 સુધીમાં 33.54 લાખ કરદાતાઓને 1,18,324 કરોડ રુપિયા રિફન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 32,230 કરોડ રુપિયા કરદાતાઓને અને 86094 કરોડ રુપિયા કોર્પોરેટ કંપનીઓને રિફન્ડ કરાયા છે. સીબીડીટીએ જણાવ્યું કે 30 નવેમ્બરક બાદ રિટર્ન ફાઇલ કરનાર કરદાતાઓને દંડ કરવામાં આવશે.