25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

નાણા નિર્મલા સીતારમણે કરી મોટી જાહેરાત, આગામી વર્ષે પ્રાઈવેટ કંપનીના હાથમાં જશે પાંચ સરકારી કંપનીઓ

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્યોગ જગતનું પ્રોત્સાહન વધારતા કહેવામાં આવ્યું છે કે, સરકાર આર્થિક વૃદ્ધિને ઝડપી બનાવવા માટે જરૂરી તમામ પગલા ભરવા માટે તૈયાર છે. તેની સાથે તેમણે Confederation of Indian Industry ની વાર્ષિક બેઠકને સંબોધતા જણાવ્યું છે કે, કોરોનાની મહામારીને રોકવા માટે લગાવાયેલા પ્રતિ

Nirmala Sitharaman, news, Nirmala Sitharaman news, Indian economy, RBI, Nirmala Sitharaman CII, india
નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્યોગ જગતનું પ્રોત્સાહન વધારતા કહેવામાં આવ્યું છે કે, સરકાર આર્થિક વૃદ્ધિને ઝડપી બનાવવા માટે જરૂરી તમામ પગલા ભરવા માટે તૈયાર છે. તેની સાથે તેમણે Confederation of Indian Industry ની વાર્ષિક બેઠકને સંબોધતા જણાવ્યું છે કે, કોરોનાની મહામારીને રોકવા માટે લગાવાયેલા પ્રતિબંધો હટાવ્યા બાદ અર્થવ્યવસ્થામાં તેજીના સંકેત રહેલા છે.

તેની સાથે જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી Foreign Direct Investment માં 37 ટકાની વૃદ્ધિ થયી છે. તેની સાથે વિદેશી મુદ્રા ભંડાર જુલાઈમાં વધીને 620 અબજ ડોલર પહોંચ્યો છે. નાણા મંત્રીએ તે પણ જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકાર સુધારાને લઈને પ્રતિબદ્ધ રહેલી છે. કોરોના કાળ દરમિયાન પણ સુધારાને આગળ વધારવામાં આવ્યા છે. ગત વર્ષે પણ કેન્દ્ર દ્વારા કૃષિ કાયદા અને શ્રમ સુધારાને આગળ વધારવામાં આવ્યા હતા.

જયારે આ બાબતમાં વધુ જણાવતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ, BEML, શિપિંગ કોર્પોરેશન અને કન્ટેનર કોર્પોરેશનનું ખાનગીકરણ આ વર્ષના આગળના કાર્યોમાં કરવામાં આવશે. તેની સાથે તેમણે એ પણ કહ્યું છે કે, કોરોનાકાળમાં ઈકોનોમીને બચાવવા માટે સરકાર RBI ની સાથે મળીને કામ પણ કરી રહી છે. જ્યારે આરબીઆઈ પણ આ વાતને સારી રીતે સમજે છે કે, ઈકોનોમીમાંથી તાત્કાલિક લિક્વિડિટી નીકાળવી યોગ્ય નથી. મોંઘવારી રોકવા માટે સંભવ તમામ પ્રયાસ કરવામાં આવશે અને સરકારની પ્રાથમિકતા વિકાસની જ રહી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments