બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

નાણા નિર્મલા સીતારમણે કરી મોટી જાહેરાત, આગામી વર્ષે પ્રાઈવેટ કંપનીના હાથમાં જશે પાંચ સરકારી કંપનીઓ

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઉદ્યોગ જગતનું પ્રોત્સાહન વધારતા કહેવામાં આવ્યું છે કે, સરકાર આર્થિક વૃદ્ધિને ઝડપી બનાવવા માટે જરૂરી તમામ પગલા ભરવા માટે તૈયાર છે. તેની સાથે તેમણે Confederation of Indian Industry ની વાર્ષિક બેઠકને સંબોધતા જણાવ્યું છે કે, કોરોનાની મહામારીને રોકવા માટે લગાવાયેલા પ્રતિબંધો હટાવ્યા બાદ અર્થવ્યવસ્થામાં તેજીના સંકેત રહેલા છે.

તેની સાથે જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી Foreign Direct Investment માં 37 ટકાની વૃદ્ધિ થયી છે. તેની સાથે વિદેશી મુદ્રા ભંડાર જુલાઈમાં વધીને 620 અબજ ડોલર પહોંચ્યો છે. નાણા મંત્રીએ તે પણ જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકાર સુધારાને લઈને પ્રતિબદ્ધ રહેલી છે. કોરોના કાળ દરમિયાન પણ સુધારાને આગળ વધારવામાં આવ્યા છે. ગત વર્ષે પણ કેન્દ્ર દ્વારા કૃષિ કાયદા અને શ્રમ સુધારાને આગળ વધારવામાં આવ્યા હતા.

જયારે આ બાબતમાં વધુ જણાવતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ, BEML, શિપિંગ કોર્પોરેશન અને કન્ટેનર કોર્પોરેશનનું ખાનગીકરણ આ વર્ષના આગળના કાર્યોમાં કરવામાં આવશે. તેની સાથે તેમણે એ પણ કહ્યું છે કે, કોરોનાકાળમાં ઈકોનોમીને બચાવવા માટે સરકાર RBI ની સાથે મળીને કામ પણ કરી રહી છે. જ્યારે આરબીઆઈ પણ આ વાતને સારી રીતે સમજે છે કે, ઈકોનોમીમાંથી તાત્કાલિક લિક્વિડિટી નીકાળવી યોગ્ય નથી. મોંઘવારી રોકવા માટે સંભવ તમામ પ્રયાસ કરવામાં આવશે અને સરકારની પ્રાથમિકતા વિકાસની જ રહી છે.