બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

નવરાત્રિને લઈને નાયબ મુખ્યમંત્રીએ આપ્યા સંકેત


ગુજરાતમાં નવરાત્રિનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યરે કોરોનાના કાળમાં નવરાત્રિ થશે કે નહીં તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

રાજ્યમાં આગામી નવરાત્રિ પર્વને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. તબીબો પણ નવરાત્રિ યોજવાની ના પાડી રહ્યા છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શેરી-ગરબા અંગે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ અનલોક-5ની ગાઈડ લાઈન પ્રમાણે યોગ્ય નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તરફથી યુનિવર્સિટીના મેદાનમાં દર વર્ષે જે રાજકીય કક્ષાનો નવરાત્રિ મહોત્સવ થતો હતો, તે આ વખતે સરકારે નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.