બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 6 લાખ કરોડ રૂપિયાનો NMP પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો, જાણો તેમાં શું છે સંપૂર્ણ પ્લાન...

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા નવી દિલ્હીમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP) પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગ નિમિતે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મહત્વપૂર્ણ છે કે ભારત દ્વારા એ સમજવામાં આવે કે, આપણી સંપત્તિનો વધારે લાભ ઉઠાવવાનો સમય આપણી પાસે આવી ગયો છે.

વિત્ત મંત્રાલયના મુજબ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇને વિત્ત વર્ષ 2022 થી 2025 સુધી એટલે કે 4 વર્ષના ગાળામાં કેન્દ્ર સરકારની કોર એસેટના માધ્યમથી 6 લાખ કરોડ રૂપિયાની કુલ મુદ્રીકરણ ક્ષમતાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. વિત્ત મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, રસ્તા, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, વિજળી, પાઇપલાઇન અને પ્રાકૃતિક ગેસ, નાગરિક ઉડ્ડયન, ખનન કોયલા, શિપિંગ બંદરગાહ અને જલમાર્ગ, દૂરસંચાર, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ  અને આવાસ શહેરી બાબતો મંત્રાલય નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનનો સમાવેશ થાય છે. 

નોંધનીય છે કે, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનમાં કેન્દ્ર સરકાર દ્વારા પોતાની બ્રાઉનફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓથી પૈસા ભેગા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. એનએમપી કેન્દ્ર સરકારના 4 વર્ષની યોજનાઓના હિસાબથી એક યોજના બનાવવામાં આવી છે. એનએમપી પ્રોગ્રામ સરકારના એસેટ મોનેટાઇઝેશન ઇનીશિએટિવના હિસાબથી મધ્યમ ગાળાનો એક રોડ મેપ કહેવામાં આવી શકે છે.