હવે મુંબઈમાં નો માસ્ક, નો એન્ટ્રી... જાણો શું નિયમ બદલાયા
મુંબઇ દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત શહેર છે . દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશની ર્થિક રાજધાની મુંબઇ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. ત્યારે હવે મુંબઇ પાલિકા પ્રશાસને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કડક પગલા લીધો છેચ. મુંબઇ પાલિકાએ હવે ‘નો માસ્ક, નો એન્ટ્રી’નો નિયમ લાગુ કર્યો છે.
બૃહદ મુંબઇ નગરપાલિકા આ નિયમનું પાલન કરાવવાની તૈયારી કરી રહી છે. મુંબઇમાં તમામ ટેક્સી અને બસમાં યાત્રા કરવા માટે માસ્કને ફરજિયાત કરવામાં આવ્યો છે. એટલે કે જો તમારે બસ કે ટેક્સીમાં મુસાફરી કરવી હશે તો ફરજિયાત માસ્ક પહેરવો પડશે.
આ સિવાય દુકાનો કે શોપિંગ મોલમાં એન્ટ્રી માટે પણ માસ્કને ફરજિયાત કરવામાં આવ્યો છે. એટલે કે સીધો અર્થ એવો થયો કે જો કોઇ વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યો હોય, તો તેને બસ, ટેક્સી કે પછી મોલમાં પ્રવેશ મળશે નહી. મુંબઇમાં કોરોના વાયરસના કારણે બગડી રહેલી સ્થિતિને કાબૂ કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર દેશમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. તો મહારાષ્ટ્રમાં મુંબઇ શહેર સૌથી વધારે પ્રભાવિત છે. ઉપરાંત હજુ પણ કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. મુંબઇમાં પહેલાથા જ સાર્વજનિક સ્થળો ઉપર માસ્ક પહેરવાનો નિયમ લાગુ છે. ત્યારે આ નિયમને વધારે કડક બનાવવામાં આવ્યો છે. નિયમના ઉલ્લંઘન કરવા ઉપર દંડ અને સજજાની જોગવાઇ પણ છે.