બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હવે રણબીર કપૂર કોરોનાના સપાટામાં.

રણબીર કપૂર હાલ પોતાના લગ્ન અને નવા ઘરના બાંધકામ માટે ચર્ચામાં છે. તેવામાં તેને લગતી એક લેટેસ્ટ અપડેટ એ આવી છે કે, રણબીર કોરોનાના સપાટામાં આવ્યો છે. રણબીરની માતા નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. 


નીતુએ ઇનસ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી જણાવ્યુ હતું કે, રણબીર કોરોના પોઝિટિવ આવ્યો છે અને હાલ ઘરમાં જ ક્વોરોનટાઇનમાં છે. તેણે વમુમાં શેર કર્યું હતુ કે, તમારી દરેકની ચિંતા અને શુભકામનાઓ  માટે આભાર. 


રણબીર કોવિડ-૧૯ના ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યો છે. તેને દવાઓ આપીને સારવાર ચાલી રહી છે. તે સારી રીતે રિકવરી કરી રહ્યો છે. તે હજી પણ ઘરમાં સેલ્ફ ક્વોરન્ટાઇનમાં રહી રહ્યો છે અને પોતાની કાળજી રાખી રહ્યો છે. આ સાથે તેણે પુત્રની એક તસવીર પણ શેર કરી છે. 


આ પહેલા રણબીરના કાકા રણધીર કપૂરે જણાવ્યું હતું કે, હાલ  હું શહેરની બહાર હોવાથી રણબીર બીમાર છે, એટલી જ મને જાણ છે. તેને શું થયું છે તે હું જાણતો નથી. 


રણબીર, આલિયા અને અયાન મુખર્જીની ત્રિપુટી ફિલ્મ બ્રહ્માશ્ત્રના સેટ પર સાથે જોવા મળી હતી. તેથી રણબીરને કોરોના થયાનું જાણીને હવે પ્રશંસકો આલિયા અને અયના મુખર્જીના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, રણબીરની માતા નીતુ કપૂર પણ કોરોનાના સપાટામાં આવી હતી. તે પણ ક્વોરોનટાઇન રહી હતી.