બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હવે ફીના નામે ચૂંટણી ફંડની વસુલાત કે શું?

હાલમાં જ સરકારે 25% ફી માફી આપી, વિપક્ષો આ બાબતે પૂર્ણ ફી માફીની માંગણી સાથે હજુ ય વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 25% ફી માફી?? વ્યાજબી લાગે છે વાલીઓને? જેમની પાસે પૈસા છે એમને કંઈ ફર્ક નથી પડતો, એમની પાસે આવી લપ કરવાનો ટાઈમ જ નથી. જો કે એક દિવસ એમના પગ નીચે ય રેલો તો આવશે જ, પણ ત્યાં સુધી નહિ સમજાય એમને. આમાં જેમની પાસે હાલ પૈસા નથી અને માંડ બાળકોને ભણાવી રહ્યા છે તેમનું શું?


ઇન્કમ તો બધાની જ બંધ છે. હવે તો અંબાણી ય ઘરેણાં વેચીને વકીલોની ફી ભરે છે.😉 તો વકીલો કરતા ય મોંઘી આ સ્કૂલો માટે શું શું વેચી નાખવું?


હવે આ સંચાલકોને જુઓ... કોઈ પ્રકારના લાઈટ બિલ નથી, સાફ સફાઈ નથી, બોર્ડ-ચોક-ડસ્ટરનો ય ખર્ચો નથી. મનોરંજન, લાઈબ્રેરી, રમત ગમત બધું જ બંધ છે કે નથી તેઓ અત્યારે બુટ-મોજા, યુનિફોર્મ આપી રહ્યા. નાસ્તો-પાણી આવા ય કોઈ ખર્ચા નથી..અરે એમના ટીચર્સને પૂરો પગાર સુધ્ધાં નથી ચૂકવતા. તો ખર્ચો શેનો છે કે 75% ફી એમને જોઈએ છે? જો કે એમને તો 100% જોઈએ છે, એમનું ચાલે તો એમાંય કોરોનાના નામે વધારો ઝીંકે.


આમાં વાલીઓ પિસાય છે. એમને આટલી ફી ભરીને ઉપરથી બાળકો સાચવવાના, લેપટોપ-મોબાઈલના ખર્ચા કરવાના, વીજળીના બિલ ભરવાના ને બાળકોને નહીં ભણાવે તેવી ધમકીઓ ય સાંભળવાની. બીજી તરફ ટીચર્સ ઓનલાઈન ભણાવવા ભેજામારી કરે, એક રીતે એમની જોબ તો ચાલુ જ, પણ સંચાલકો એમને પગાર એમ કહી નથી આપતા કે ફી નથી આવતી. ખરેખર તો આ બહાને ટીચર્સને ફસાવ્યા છે કે એ ય સંચાલકોની પુરી ફી ભરોની માંગણીમાં જોડાય.


ને સરકાર...એ બસ દિવા ને થાળી વગાડશે. એને શું? ચૂંટણી આવે છે ફંડ જોઈએ છે. સંચાલકોની સામે થાય તો ગયું ફંડ ને લોકો માટે યુગાન્ડાની સરકાર કંઈ કરે તો ભલે બાકી આપણી તો...


25% ફી રાખો તો ય આરામથી બધું ચાલે, આખરે ઓનલાઈન કોર્સ સસ્તા નથી પડતા? તો આ કેમના મોંઘા પડે છે? આમાં સ્કૂલ સંચાલકોએ ટીચર્સની ફી જ કાઢવાની છે..બીજો કોઈ પ્રકારનો ખર્ચો જ નથી...25% ફી ભરાવો તો ય આરામથી ટીચર્સની ફી નીકળે...


આના કરતાં ડાયરેકટ ટીચરને ફી આપીને ભણી લેવું સારું... વાત તો ભણવાની છે ને? પણ આપણા વાલીઓમાં ય નથી કે લોકશાહી એટલે શું? ને આવા શિક્ષણથી એમના છોકરાઓનું કયું ભવિષ્ય ઘડાય છે એ સમજવું અઘરું છે, ગમે એટલું ભણીને ય આપણે આખરે તો ગુલામી જ કરવી છે ને?