બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

NRA ની પરીક્ષાપદ્ધતિ અપનાવનાર મધ્યપ્રદેશ ભારતમા પ્રથમ રાજ્ય.

મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ''રાષ્ટ્રીય ભરતી એજન્સી '' (NRA) દ્વારા લેવામા આવતી વિવિધ પરીક્ષાઓમા મેળવેલ ગુણના આધારે જ રાજ્યમાં સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.
- આમ, મધ્યપ્રદેશ મા આ પ્રકારે નિર્ણય લેનાર ભારતનુ પ્રથમ રાજ્ય બન્યુ છે.
-રાજ્ય ના યુવાનોને NRA ના મેરીટ ના આધારે નિયત કેટેગરીમાં નોકરી આપવામા આવશે.
-કોમન એલિજીબિલિટિ ટેસ્ટ નુ મેરીટ 3 વર્ષ સુધી માન્ય રાખવામા આવશે.
-તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે રાજ્ય ના વતનીઓ માટે સરકારી નોકરીઓમાં 100% અનામત રાખવા અંતર્ગત કાયદો ઘડવાની જાહેરાત કરી છે.