બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

“પોષણ માહ સપ્‍ટેમ્બર-૨૦૨૦” અંતર્ગત આઇ.સી.ડી.એસ. નડીઆદ ઘટક-૧ ના કુલ-૨૦ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવામાં આવ્યા...

ગુજરાત રાજ્યમાં હાલ સહી પોષણ – દેશ રોશન ની થીમ સાથે હાલ પોષણ માહ સપ્‍ટેમ્બર-૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી બાળકોના પુરક આહાર માટે આંગણવાડી કેન્દ્રના આંગણામાં જ પોષણયુકત શાકભાજી ઉપલબ્ધ થઇ શકે અને તેનો લાભ લાભાર્થીને મળી રહે તે હેતુસર આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૧ ના કુલ-ર૦ આંગણવાડી કેન્દ્રોમાં રીંગણ, ટામેટી, મરચી, ફુલેવર, સરગવો જેવી શાકભાજીના છોડને રોપીને પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવામાં આવેલ છે. 


જે પોષણ વાટિકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા યોગ્ય રીતે માવજત તેમજ ઉછેર કરી આગામી સમયમાં ઉપલબ્ધ થનાર શાકભાજી લાભાર્થી બાળકો માટે ઉપયોગમાં લઇ બાળકોના પોષણ સ્તરમાં વૃધ્ધિ લાવવમાં મદદરૂપ થશે તેમ આઇસીડીએસ નડીઆદ ઘટક-૧ ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, રમીલાબેન મારવાડી દ્વારા જણાવવામાં આવ્યું.