બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદ ખાતે ગુજરાતી ભાષાની પ્રિમિયમ મેગેઝીન "ઓ'જીવન"નું લોંચિંગ

અમદાવાદની કોર્ટયાર્ડ મેરીએટ હોટેલ ખાતે ગુજરાતી ભાષામાં નવી શરૂ થયેલી "ઓ'જીવન" મેગેઝીનનું લોંચિંગ કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા અનેક લોકો હાજર રહ્યા હતા. આ મેગેઝીનને ગુજરાતના જાણીતાં પત્રકાર અને ઇતિહાસકાર પદ્મશ્રી "વિષ્ણુ પંડ્યા"ના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પત્રકારત્વ જગતના જાણીતાં પત્રકારો અને લેખકો અશોક દવે, જ્યોતિ ઉનડકટ, અભિમન્યુ મોદી, તુષાર દવે અને ખુશાલી દવેએ પણ હાજરી આપી હતી અને મેગેઝીનના એડિટર-ઇન-ચીફ સંદિપા ઠેસીયા દ્વારા લોકાર્પણને હોસ્ટ કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યિક પડકારો વિષે વાત કરી હતી. મેગેજીન લોંચિંગ સમયે ઓજસ્વી ફાઉન્ડેશનના ફાઉન્ડર સાગર સોજીત્રા અને જય નારિયા પણ હાજર રહ્યા હતા.   



એક અલગ પ્રકારના મેગેજીનની શરૂઆત થઈ રહી છે ત્યારે તેમાં ઘણાં બધા લેખકો અને સાહિત્યકારોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે મેગેજીનમાં ખૂબ જાણીતાં લેખકો, પત્રકારો અને કૉલમનિસ્ટ લખી રહ્યા છે અને પોત પોતના વિષયો પર મેગેજીનમાં પોતાના ઉમદા અને સારા અભિપ્રાયો આપી રહ્યા છે. આ મેગેજીનમાં ૧૪થી વધારે લેખો, ૪ અલગ અલગ ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓના ઇન્ટરવ્યુ અને ગીતા સંદેશ જેવા નાના લેખો સહિત અનેક માહિતીઓ આપેલી છે. 



સંદિપા "ઓ'જીવન" વિષે વધુ વાત કરતાં કહે છે કે જ્યારે અમે પ્રકાશન શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે અમે વિચાર્યું હતું કે આપણે ગુજરાતી વાંચકોને એવું કઈક અલગ આપવું છે જેથી યુવા વર્ગ આજે જે સોશિઅલ મીડિયાના જમાનામાં નથી વાંચતો તે પણ આ મેગેજીન વાંચે. જેથી અમે મેગેજીનમાં એવા વિષયોનો પણ સમાવેશ કર્યો છે જેથી યુવાવર્ગ વાંચતો થાય અને સાથે સાથે અમે ઘણાં યુવા લેખકોનો પણ મેગેજીનમાં સમાવેશ કર્યો છે. જેથી આજની વિચારધારા પ્રમાણેની મેગેજીનમાં વાતો થાય. આ ઉપરાંત અમે મેગેજીનમાં સિનિયર લેખકોનો પણ સમાવેશ કર્યો છે જેથી દરેક વાંચકોને તેમના વર્ષોના લેખનોનો અનુભવ મળે. ઓ'જીવન દ્વારા, અમારો ઉદ્દેશ્ય અમારા વાચકોને પ્રેરણા આપવા, શિક્ષિત કરવા અને મનોરંજન આપવાનો છે, જેનાથી તેમના જીવન પ્રત્યેના જુસ્સાને અને તેની સાથે આવતી અનંત તકોને ઉત્તેજન આપવાનું છે."