બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વિશ્વની એક એવી ખતરનાક જગ્યા જ્યાં 100 વર્ષથી કોઇ વ્યક્તિ ગયું નથી!

વિશ્વમાં એવી કેટલીય જગ્યા છે જે વેરાન છે પરંતુ રહસ્યમય પણ છે. સામાન્ય રીતે અમુક જગ્યાઓ પર મોટાભાગના લોકો જવાનું ટાળતા હોય છે, કારણ કે ત્યાં સંકળાયેલી કેટલીય ભયજનક વાર્તાઓ પ્રચલિત હોય છે. જાણો, એક એવી જ જગ્યા વિશે જે ખૂબ જ વેરાન છે. આ જગ્યાએ કોઇ પણ આવતું-જતું નથી. લગભગ 100 વર્ષ પહેલા આ જગ્યા પર લોકો નિવાસ કરતાં હતાં પરંતુ એક ઘટના ઘટ્યા બાદ ત્યાં કોઇ પણ વ્યક્તિ જઇ શકતું નથી. આ જગ્યા પર પ્રાણીઓના જવા પર પણ પ્રતિબંધ છે. આ જગ્યા ફ્રાન્સ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલ છે. અહીં લોકોના ન આવવા-જવા પાછળ એક ખતરનાક ઘટના છે. 


આ જગ્યાનું નામ 'જૉન રોગ' છે. આ એટલી જોખમી જગ્યા છે જ્યાં દરેક જગ્યાએ 'ડેન્જર ઝોન'ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ ચેતાવણી બોર્ડ એટલા માટે લગાવવામાં આવ્યું છે કે જો કોઇ ભૂલથી પણ આ વિસ્તારની આસપાસ આવી પહોંચ્યું તો તે આ બોર્ડ વાંચીને આગળ વધવાની ભૂલ કરશે નહીં. જો કે આ જગ્યાને ફ્રાન્સની બાકી જગ્યાઓથી અલગ રાખવામાં આવી છે જે અહીં સુધી કોઇ આવી જ ન શકે. 


આ જગ્યાને 'રેડ ઝોન'ના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા આ વિસ્તારમાં કુલ નવ ગામડાં હતા, જ્યાં લોકો વસવાટ કરતાં હતાં અને ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે આ જગ્યા પર એટલી બૉમ્બમારી થઇ હતી કે સમગ્ર વિસ્તાર નષ્ટ થઇ ગયો, કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને આ જગ્યા રહેવા યોગ્ય ન રહી. 


કહેવામાં આવે છે કે આ સમગ્ર વિસ્તારમાં ભારે પ્રમાણમાં કેમિકલ યુક્ત યુદ્ધ સામગ્રી ફેલાઇ હતી, જેના કારણે અહીંની જમીન ઝહેરી બની ગઇ છે. એટલુ જ નહીં અહીંનાં પાણીમાં પણ જીવલેણ તત્ત્વ ભળી ચુક્યા છે. આ વિસ્તાર ઘણો મોટો છે અને સમગ્ર વિસ્તારની જમીન અને પાણીને કેમિકલ મુક્ત કરવું શક્ય નથી, એટલા માટે ફ્રાન્સ સરકારે અહીં લોકોના આગમન પર પ્રતિબંધ મુકી દીધો છે. 


વર્ષ 2004માં અહીંની માટી અને પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં ભારે પ્રમાણમાં આર્સેનિક તત્ત્વો મળી આવ્યા હતા. આર્સેનિક એક એવું ઝેરી પદાર્થ છે જેનું થોડુ પણ પ્રમાણ જો ભૂલથી વ્યક્તિના મોંઢામાં જાય તો થોડાક જ કલાકમાં તે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.