બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

264 વર્ષ પહેલા બહાર પાડવામાં આવ્યો હતો એક રૂપિયાનો સિક્કો, જાણો તેનો ઈતિહાસ

આપણા રોજિંદા જીવનમાં, અમુક કામ માટે અથવા બીજા માટે સિક્કાની જરૂર પડે છે. કેટલીક વખત સિક્કાના અભાવે ઘણી સમસ્યા થાય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓ બજારમાં જાય છે, ત્યારે સોદાબાજીના સમયે માલ ખરીદવા માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એક રૂપિયાનો સિક્કો આપણા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે. રૂપિયાના તમામ સિક્કાઓ પર જુદી જુદી ડિઝાઈનો અને સંખ્યાઓ પડેલી હોય છે, જેથી આપણે જાણી શકીએ કે આ સિક્કો ક્યારનો છે, પરંતુ શું તમે જાણો છો કે દેશ અને કોઈપણ રાજ્યમાં પ્રથમ વખત સિક્કો ક્યારે અને કોણે બનાવ્યો હતો. અને કયાં રાજ્યમાં સૌથી પહેલા સિક્કા ચલણમાં આવ્યા હતા. જો તમે નથી જાણતા તો ચાલો આજે જાણીએ કે આપણા દેશમાં એક રૂપિયાના સિક્કાનો ઈતિહાસ શું છે.

1600 ના દાયકામાં, અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા, વર્ષ 1613 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સમ્રાટ જહાંગીરની પરવાનગી સાથે સુરતમાં પ્રથમ કારખાનું ખોલ્યું. ત્યાં સુધી બ્રિટિશરોએ ભારતીય શાસનમાં કોઈ દખલગીરી નહોતી કરી, પરંતુ 1750 ના દાયકામાં અંગ્રેજોએ ભારતીય રાજકારણમાં દખલગીરી શરૂ કરી અને 1757 માં પ્લાસીનું યુદ્ધ જીત્યા બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં ભારતીય શાસનના અધિકારો આવવા પણ લાગ્યા. .

જ્યારે અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ જીત્યું, ત્યાર બાદ બંગાળના નવાબ સાથે સંધિ કરવામાં આવી, ત્યારબાદ અંગ્રેજોને સિક્કા બનાવવાનો અધિકાર મળ્યો. આ પછી કંપનીએ પ્રથમ કોલકાતામાં ટંકશાળનો પાયો નાખ્યો. આ ટંકશાળની સ્થાપના વર્ષ 1757 માં એક જૂના કિલ્લાના નિર્માણમાં કરવામાં આવી હતી. 19 ઓગસ્ટ 1757 ના રોજ પ્રથમ વખત એક રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલા સુરત, બોમ્બે અને અમદાવાદમાં પણ ટંકશાળાની સ્થાપના કરી હતી, પરંતુ કોલકત્તા ટંકશાળમાંથી પ્રથમ એક રૂપિયાનો સિક્કો બહાર આવ્યો હતો.

સુરતમાં સૌથી પહેલી ટંકશાળની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ માંગ મુજબ સિક્કાના અભાવને કારણે અમદાવાદમાં 1636 માં ટંકશાળ શરૂ કરવામાં આવી હતી. આ પછી, 1672 માં બોમ્બેમાં ટંકશાળની પણ સ્થાપના કરવામાં આવી હતી. બંગાળ, મદ્રાસ અને બોમ્બે ટંકશાળમાં વિવિધ સિક્કા ચલણમાં હતા. જેના કારણે સમગ્ર દેશમાં વિવિધ સિક્કા ચલણમાં હોવાથી વેપારમાં સમસ્યાઓ હતી. વેપારમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, 1835 માં યુનિફોર્મ કોઈનેજ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તમામમાં સમાન સિક્કા જારી કરવામાં આવ્યા હતા.

ભારતમાં એક રૂપિયાનો સિક્કો

તે સમયે બહાર પાડવામાં આવેલા સિક્કાઓની આગળની બાજુએ બ્રિટિશ શાસકો અથવા રાણીઓના ચિત્રો કોતરવામાં આવ્યા હતા. તેમાંથી, રાણી વિક્ટોરિયાનું ચિત્ર સૌથી અગ્રણી હતું. 1947 માં દેશને બ્રિટીશ શાસનથી આઝાદી મળ્યા પછી પણ ભારતમાં 1950 સુધી બ્રિટિશ યુગના સિક્કા ચાલુ રહ્યા. ભારતનો પ્રથમ સિક્કો વર્ષ 1950 માં બનાવવામાં આવ્યો હતો. આ પછી, 1962 માં એક રૂપિયાનો સિક્કો ચલણમાં આવ્યો, જે આજ સુધી બજારોમાં ચાલી રહ્યો છે.