આ દેશમાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરી દેવાયું
ન્યૂઝીલેન્ડ દેશમાં કોરોનાને લઈને પીએમ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેને જાણી જરૂર તમે હેરાન થઈ જશો. ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ પીએમ જેસિન્ડા અર્ડ દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ન્યુઝીલેન્ડમાં કોવિડનો આ નવો કેસ ઓકલેન્ડમાં નોંધાયો છે. તેમ છતાં સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. ઓકલેન્ડમાં સાત દિવસ અને બીજા શહેરોમાં ત્રણ દિવસનુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે નવો કેસ સામે આવ્યો છે તે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો જોવા મળી રહ્યો છે. તેમ છતાં હજી સુધી તેને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી.
નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડ દુનિયાના દેશોમાંથી પૈકીનો એક એવો દેશ છે જેણે કોરોના પર ખૂબ જ જલ્દી કાબૂ મેળવી લીધો હતો. દુનિયા જ્યારે બીજી લહેર સામે ઝઝૂમી રહી હતી ત્યારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાના સાવ ગણતરીના કેસો સામે આવ્યા હતા અ્ને ત્યાર બાદ તો કોરોનાના નવા કેસ તો છેલ્લા થોડા સમયથી સામે આવ્યા જ નથી. જારે હવે માત્ર એક જ કેસ સામે આવ્યો હોવા છતા તકેદારીના ભાગરૂપે સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જેથી કોરોનાનુ સંક્રમણ ફરી વખત વધે નહીં.