બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દુનિયાની એક ભાષા માત્ર આ દાદી જ બોલી શકે છે જાણો કોણ છે....

દુનિયાભરમાં લગભગ 6900 જેટલી વિવિધ ભાષાઓ બોલવામાં આવે છે. આ બધામાંથી ઘણી ભાષાઓ તો એવા છે જે હજારો વર્ષ જૂની છે. તો કેટલીક ભાષા એવી છે જે નાશ થવાના આરે છે. એટલે કે આ ભાષાનું અસ્તિત્વ હવે સિમિત છે. કારણ કે આ ભાષાઓને બોલનારા હવે હજાર કરતા પણ ઓછા લોકો બચ્યા છે. આ પ્રકારની જ એક ભાષા છે, યઘાન. આર્જેન્ટિનાના એક ટાપુની આ મૂળ ભાષા છે, જે લગભગ નાશ પામી છે. યઘાન ભાષાને લઇને ખાસ વાત એ છે કે તેને બોલનારી માત્ર એક જ વ્યક્તિ  દુનિયામાં છે, જે એક મહિલા છે.


યઘાન ભાષાને આર્જેન્ટિના અને ચીલી વચ્ચે આવેલા ટિએરા ડેલ ફ્યુગો ટાપુ ઉપર રહેતા આદિવાસીઓ બોલતા હતા. આ ભાષાને સંસ્કૃત સાથે મળતી ભાષા તરીકે ગણવામાં આવે છે. જો કે હવે આ ભાષા આવડતી હોય તેવી એકમાત્ર વૃદ્ધ મહિલા જ જીવિત છે. આ મહિલાનું નામ ક્રિસ્ટિના કાલ્ડેરૉન છે. સ્થાનિક લોકો ક્રિસ્ટિનાને અબુઇલા તરીકે ઓળખે છે. અબુઇલા એક સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ દાદી થાય છે. ક્રિસ્ટીનાના પરિવારના બાકીના લોકો સ્પેનિશ ને ઇંગ્લિશ ભાષા બોલે છે. 


તેમના પરિવારના ઘણા સભ્યો યઘાન ભાષા સમજે તો છે પણ બોલી નથી શકતા. યઘાન ભાષાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ક્રિસ્ટિનાને અનેક સન્માન પણ મળ્યા છે. ક્રિસ્ટિના સરકારની મદદથી આ ભાષાને જીવિત રાખવાનું અભિયાન ચલાવી રહી છે.