બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સ્કૂલ સંચાલકોની ખુલ્લી ધમકી, ફી ભરો નહિ તો 25% રાહત નહીં મળે

ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાય સમયથી સ્કુલ ફીનો વિવાદ સતત ચાલી રહ્યો છે. વાલીઓ દ્વારા સતત કોરોના કાળને કારણે ફીમાં ૫૦ ટકાના ઘટાડાની માંગ થઈ રહી હતી અને હજુ પણ થઈ રહી છે. સ્કુલો બંધ હોવા છતા વાલીઓ ૫૦ ટકા ફી ભરવા તૈયાર હતા. પરંતુ સરકારે ૬ મહિના બાદ માત્ર ૨૫% જ ફી માફીનો નિર્ણય લેતા હજુ પણ વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

તો બીજી બાજુ ખાનગી સ્કુલ સંચાલકો પોતે જ સરકાર હોય તેમ વર્તી રહ્યા છે. તેઓએ ૩૧ ઓકટોબર સુધીમાં ફી નહિં ભરનારા કે ગત વર્ષે ફી ન ભરી હોય તે વાલીઓને ૨૫ ટકાની રાહત નહિં આપવાનો નિર્ણય કર્યો છે.

  • ખાનગી શાળાના સંચાલકોએ નવું ગતકડુ કાઢતા વાલીઓમાં જબરો રોષ 
  • ગત વર્ષે ફી ભરી ન હોય, તે વાલીઓને પણ ફીમાં રાહત નહિં અપાય 
  • ઓલ ગુજરાત વાલી મંડળનો વિરોધ, સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી આપતા હવે ફરી આંદોલનના એંધાણ.