બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી: 17 વર્ષનો ફુગાવાનો રેકોર્ડ તુટ્યો, ગયા વર્ષથી વધ્યો આટલા ટકા..

સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી રહી છે. એપ્રિલ 2022માં જથ્થાબંધ ભાવ સૂચકાંક વધીને 15.08 ટકા થયો છે. એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં તે 10.74 ટકા હતો. એપ્રિલના આંકડા પર આધારિત ફુગાવો 17 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. અગાઉ માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર 14.55 ટકા હતો. અગાઉ રિટેલ ફુગાવો પણ આઠ વર્ષની ટોચે પહોંચી ગયો હતો.


ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા એપ્રિલ મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડાએ બધાને ચોંકાવી દીધા હતા. ડીપીઆઈઆઈટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેલ અને ઈંધણના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે. અગાઉ એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 15.5 ટકાની આસપાસ રહેવાનો નિષ્ણાતો દ્વારા અંદાજ હતો.

તમને જણાવી દઈએ કે આ સતત 13મો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર 10 ટકાથી ઉપર ચાલી રહ્યો છે.