બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: શિવરાજપુર ખાતે વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે બાઇક રેલીનું આયોજન

શિવરાજપુર,( પંચમહાલ)  2 ઓક્ટોમ્બરથી વન્યપ્રાણી સપ્તાહનો પ્રારંભ થયો છે.પંચમહાલ જીલ્લો પણ વન્યજીવ તેમજ પ્રાકૃતિક સંપ્રદાથી ભરપુર છે.જેમા જીલ્લાના દક્ષિણભાગમાં મીની કાશ્મીર સમુ એવુ જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય આવેલુ છે.લોકોમા પ્રાણીઓની સલામતી સુરક્ષા અંગે જાગૃતિ આવે તે માટે આજે હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે વનવિભાગ દ્વારા એક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.


પંચમહાલ જીલ્લામાં વન્યસપ્તાહની ઉજવણીના ભાગરૂપે  શિવરાજપુર વનવિભાગ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની
ઉજવણીના ભાગરૂપે વન્ય પ્રાણીઓની સલામતી અને સુરક્ષા અંગે સમાજ માં જાગૃતિના હેતુસર થી એક બાઈકરેલી નું આયોજન કરવામા આવ્યુ હતૂ.બાઈકરેલીનુ પ્રસ્થાન શિવરાજપુર ફોરેસ્ટ રેંજના છત્રસિંહ દ્વારા લીલીઝંડી આપીને કરવામા આવ્યુ હતુ.


બાઈકરેલી શિવરાજપુર ગામમા થઇને તલાવડી,ધારીયા,ભાટ ઇકોટુરિઝમ ખાતે રેલીનૂ સમાપન કરવામા આવ્યુ હતુ.રેલીની સાથે સાથે વિવિધ વન્યપ્રાણીઓના ટેબ્લો તથા વન્યકર્મીઓના હાથમા "પ્રાણીમાત્ર પ્રેમને પાત્ર" જેવા લખાણવાળા બેનરોએ ખાસ લોકોમાં આર્કષણ જમાવ્યુ હતુ. 


શિવરાજપુર વન્ય પ્રાણી રેન્જ ના RFO એફ.એ.ખત્રી,વન્ય પ્રાણી રેન્જ શિવરાજપુર,સંશોધન રેન્જ શિવરાજપુર અને હાલોલ નોર્મલ રેન્જના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમમા કોવિડ-૧૯ની ગાઇડલાઈનનુ પાલન પણ કરવામા આવ્યુ હતુ.