બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પામેલા એન્ડરસને પોતાનું ભવ્ય ઘર વેંચવા મુક્યું.

હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી પામેલા એન્ડરસને પોતાનું એક ઘર વેંચવા મુક્યું છે. આ ભવ્ય ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


 આ ભવ્ય ઘરની કંમત માટે તેણએ ૧૫ મિલિયન ડોલર એટલે કે રૂપિયા ૧૦૯ કરોડ નક્કી કર્યા છે. પામેલાના આ ઘરમાં ચાર બેડરૂમ છે. તેનું આ વૈભવી ઘર લાકડા અને કાંચથી બનાવામાં આવ્યું છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે. 


પામેલા આ ઘરના પોતાના બેડરૂમમાં અવારનાવર ફોટો શૂટ કરાવતી હતી. તેના ઘરની ટેરેસ પર બે પલંગ પણ મુકવામાં આવ્યા છે જેથી દિવસ દરમિયાન તડકાનો લાભ મળી શકે અને રાતના દરમિયાન રાતની શીતળતા અને આસમાનની સુંદરતાનો અનુભવ મેળવી શકે. 


હાલમાં જ પામેલાએ છટ્વા લગ્ન કર્યા છે. અભિનેત્રીએ પાંચ વખત છૂટાછેડા લીધા પછી ફરી પોતાનું ઘર વસાવ્યું છે. તેણે પોતાના બોડીગાર્ડ ડેન હેબર્સ્ટ  સાથે છઠ્ઠા લગ્ન કર્યા છે. 


પામેલાને પોતાના બોડીગાર્ડ ડેન  સાથે કોરોના વાયરસ મહામારી દરમિયાન લદાયેલા લોકડાઉન ટાણે પ્રેમ થયો હતો. તેણે ગયા વરસે ક્રિસમસ ઇવના દિવસે તેની સાથે કેનેડાના વાનકુવર આઇલેન્ડ પર લગ્ન કર્યા હતા.