બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: હાલોલમાં રસ્તાઓ પરના ખાડાના કારણે પ્રજાજનોને પડતી હાલાકી મામલે જીલ્લા કોંગ્રેસનુ તંત્રને આવેદન...

હાલોલ,પંચમહાલ: જિલ્લાના હાલોલ શહેર માં નગરપાલિકા વિસ્તારમાં  ઊંડા ખાડા અને તૂટેલા રોડ પ્રજાને પડેલી મુશ્કેલી તંત્રનું  ધ્યાન દોરવા અને મુશ્કેલીઓ નિવારવા હાલોલ ખાતે મામલતદાર ને આવેદનપત્ર સુપરત કરી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.


પંચમહાલ જીલ્લાના હાલોલનગર અને તાલુકાના જાહેર રસ્તાઓમાં ભુવા અને મસમોટા ખાડાઓ પડી ગયેલ હોય અને રસ્તાઓ  તુટી ગયેલ હોય તેમનુ સમારકામ કરી તાત્કાલિક રીપેર કરવા તેમજ નવીન બનાવવાના મૂદ્દાઓ સાથે આવેદન પત્રમા જણાવામા આવ્યુ છે. હાલોલ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમા આવેલા રોડ ઉપર ખાડા પડી ગયા છે.જેમા હાલોલ કંજરી રોડ,ગોધરા રોડ,વડોદરા રોડ,પાવાગઢ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયેલ છે.તેમજ ઠેરઠેર રીતે તુટી ગયેલ છે.વાહનોની અવરજવરમા તકલીફ પડેછે.રાહદારીઓને જવામા પણ મૂશ્કેલી પડેછે.તેના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત બને છે.તેથી રસ્તાઓ રિપેર કરાવવા,હાલોલમા ભુગર્ભ યોજનાનુ કામ વરસાદને લીધે બંધ કરી દેવામા આવ્યુ હતુ.જેમા પાઇપલાઈન સરખી રીતે દબાણ કરવામા આવ્યુ નથી.જેને કારણે સરખી રીતે રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે.


સોસાયટી વિસ્તારના રોડમા પણ ખાડા પડી ગયેલ છે.તે રસ્તાઓ રિપેર કરવા માટે માંગ કરવામા આવી છે. આવેદનપત્ર આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રફિકભાઈ તેજોરી વાલા, હાલોલ શહેર પ્રમુખ હિતેન્દ્ર સિહ ચૌહાણ પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ગુરુ રાજ સિંહ ચૌહાણ એનએસયુઆઇના પ્રમુખ વિશાલભાઈ જાદવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર મુક્તિબેન જાદવ હાલોલ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર સાજીદ વલી એજાજ ભાઈ શેખ મુસ્તાકભાઈ ફારૂકભાઈ કિર્તીભાઈ  પંચાલ જશવંતસિંહ ગોળ  વિરેન્દ્રસિંહ ડામોર ટીનાભાઇ ચૌહાણ વગેરે કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.