બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: દુંદાળાદેવની ઘરે જ સ્થાપના કરતા જીલ્લાવાસીઓ

ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચર્તુથી.હિન્દુધર્મમા ગણેશ ચર્તુથીનો તહેવાર ધામધુમથી ઉજવામા આવે છે.પણ વિશ્વભરમા હાહાકાર મચાવનાર કોરોના વાયરસની અસરો તહેવારો પર જોવા મળી રહી છે.જેના કારણે આ વખતે ગણપતિના તહેવારની જાહેર ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે.અને ઘરેઘર સ્થાપન કરીને પુજા અર્ચન કરવાની અપીલ કરવામા આવી છે.આ વખતે નાની મુર્તિઓનુ વેચાણ વધતુ જોવા મળ્યુ હતુ,અને લોકોએ નાની મુર્તિઓની ખરીદી કરી હતી.


જેમા વિવિધ આકારવાળી મુર્તિઓની ખરીદી કરી હતી.આજના દિવસે ગણેશની સ્થાપના કરી હતી.આરતી ઉતારીને પુજન અર્ચન કર્યા હતા.ગણેશની સ્થાપના બાદ પાંચ દિવસના આતિથ્ય બાદ તેનૂ વિર્સજન કરવામાં આવશે.તંત્ર દ્વારા ઘરેજ વીર્સજન માટે પણ અપીલ કરવામા આવી છે.