બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ: ઓનલાઈન કાર ખરીદવા જતા ઇસમે ૧,૬૩,૮૦૬ લાખ રૂપિયા ગૂમાવ્યા...

પંચમહાલ જીલ્લામાં લોકડાઉનના સમયમા વતનમા આવેલ ઈસમને સોશિયલ સાઇટ પરથી ફોરાવ્હીલર ગાડીની ખરીદી કરવી ભારે પડી હતી.જેમા ગાડીની જાહેરાત સોશિયલ સાઇટ પર મૂકનાર ભેજાબાજે વિવિધ તરકીબો અજમાવીને હાલોલના ઇસમને કાર તો ન મોકલી પણ સાથે  ₹૧,૬૩,૮૦૬ લાખ રૂપિયા જેટલી મોટી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરી હતી.આ મામલે ઇસમે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમા ફરિયાદ  નોધાવતા પોલીસે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો અનૂસાર સંજય પરમાર નામના યુવાન અમદાવાદ ખાતે ખાનગી નોકરી કરતા હતા.કોરોના મહામારીને કારણે જ્યારે ત્રીજા મહિનામા લોકડાઉન જાહેર થયૂ.ત્યારે તેઓ પોતાના વતનમા આવતા રહ્યા.પણ પરિસ્થીતી ને અનુસાર તેમને પોતાની સાસરી બાસ્કા ગામ ,તા હાલોલ,મા રોકાવાની ફરજ પડી હતી.જે દરમિયાન તેમના મોબાઇલમા વસ્તૂઓની લે વેચ કરતી  સોશિયલ સાઈટની એપ થકી એક સ્વીફટ કારની વેચાણની જાહેરાત જોઈ હતી,કારની કિમંત ૧,૯૦,૦૦૦ બતાવી હતી.જે કાર પંસંદ પડતા સંજયભાઇએ એપમા કારની જાહેરાત સાથે  દર્શાવેલ મોબાઇલ નંબર પર વોટસએપ મેસેજ કર્યો હતો.જેમા સામા નંબર વાળીવ્યક્તિએ વિકાસ પટેલ નામના કેન્ટીનનૂ સ્માર્ટ કાર્ડ,ઊપરી અધિકારીનુ  આઈકાર્ડ,આધારકાર્ડ મોકલ્યુ હતૂ.ત્યારબાદ વિકાસ પટેલ નામ જણાવનાર ઇસમે સંજય ભાઈ ને ફોન કરીને જણાવ્યુ હતુ કે મારી જેસલમેરથી ટ્રાસફર થાય છે.અને ગાડી વેચવાની છે.જે આર્મિના ટ્રાન્સપોર્ટ મારફતે તમારા સરનામે મોકલી આપીશ.


ત્યારબાદ વિકાસ પટેલ અને અન્ય એક નંબરથી કાર મોકલવા માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ,જીએસટીચાર્જ,જીપીએસ સિસ્ટમ ચાલુ કરવાના રૂપિયા ગુગલ પેથી જમા છુટક છૂટક નાણા જમા કરાવ્યા હતા.સંજયભાઈએ તો પોતાની પાસે નાણા ખૂટી જતા તેમના ભાઇને જણાવતા તેમના મોટાભાઇએ પણ નાણા વિકાસ પટેલના ખાતામાં જમા કરાવ્યા હતા.છેલ્લે મળીને ₹ ૧,૬૩,૮૦૬ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.છેલ્લે કાર ન મળતા સંજયભાઇ ને પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.આથી તેમને હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.