બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: ગોધરા એસઆરપી ગ્રુપ-5 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનૂ આયોજન કરાયુ...

ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરામાં રાજ્ય પોલીસ અનામત જુથ-૫ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. રાજ્ય અનામત  પોલીસ દળ જુથ-૫ પોલીસના અધિકારીઓ,જવાનો તેમજ મહીલા જવાનો ઉપસ્થિત રહ્યા હતા. એસઆરપી જવાનોએ વિવિધ જાતના વૃક્ષોના છોડની રોપણી કરી હતી.જુથના સેનાપતિએ વૃક્ષો રોપવાની સાથે તેના જતન કરવાની પણ હીમાયત કરી હતી.

 

ગુજરાત રાજ્યના વન મહોત્સવ અંતર્ગત  વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમોનુ આયોજન દર વર્ષે કરવામા આવે છે.રાજ્યમાં કાયદો અને સલામતી જાળવતા પોલીસ વિભાગના પોલીસ મથકો તેમજ વિભાગીય જીલ્લામથકો ખાતે આ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવાની સુચના આપવામા આવી છે. ગોધરા શહેરના લુણાવાડા રોડ ખાતે રાજ્ય પોલીસ અનામત દળ જુથ -૫ કાર્યરત છે.મંગળવારના રોજ જુથના સેનાપતિ સહીતના અન્ય અધિકારીઓની  ઉપસ્થિતીમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.સેનાપતિ એન.એમ.કણઝરિયાએ પણ વૃક્ષારોપણ કર્યુ હતુ.

ત્યારબાદ આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ એસઆરપીના જવાનો અને મહીલા જવાનોએ વૃક્ષારોપણ કરી તેને પાણી પીવડાવ્યુ હતુ. સેનાપતિ એન.એમ.કણઝરીયાએ જણાવ્યુ હતુ કે‘‘ વન મહોત્સવ ૨૦૨૦નુ આયોજન કરવામા આવેલ છે.ગોધરા ખાતે પણ વન મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં જુથના અધિકારીઓ અને જવાનો સાથે રાખીને વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.જેમા વૃક્ષારોપણની સાથે તેના જતન કરવાનો પણ સંદેશ આપવામા આવ્યો હતો.આ કાર્યક્રમમાં ડીવાએસપી ડી.જે.ચૌધરી, એન.એમ.ડામોર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.અને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.