બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બનાવો રૂમાલી પનીર રોલ 

રૂમાલી પનીર રોલ બનાવાની રીત :-


મેંદામાં મીઠું અને તેલ મિક્સ કરો. એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધો. એના નાના-નાના લૂઆ કરીને પાતળી રોટલી બનાવો અને નૉન-સ્ટિક તવી પર બન્ને બાજુએ શેકીને અલગ રાખો. પરંતુ એટલું ધ્યાન રાખજો કે, રોટલી નરમ રહેવી જોઈએ.

સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં બટાટાનો છૂંદેલો માવો, લીલાં મરચાં, કાંદા, કૅપ્સિકમ, બ્રેડ-ક્રમ્સ અને મીઠું લઈને બરાબર મિક્સ કરો અને લંબગોળ શેપ આપીને પૅટીસ બનાવો.


એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલી પૅટીસને સોનેરી થાય ત્યાં સુધી તળી લો. હવે એક ફ્લૅટ સર્ફેસ પર તૈયાર કરેલી રોટલી મૂકો. એના પર કાંદા અને ખમણેલું ચીઝ પાથરો. તૈયાર કરેલી પૅટીસને રોટલીની વચ્ચે મૂકીને રોલ કરો અને ગરમ-ગરમ પીરસો.

સામગ્રી :-

એક કપ પનીર

એક કપ મેંદો

એક ચમચો તેલ

ત્રણ ચમચા ચીઝ

પા કપ ઝીણાં સમારેલાં કૅપ્સિકમ

એક ચમચી ઝીણાં સમારેલાં લીલાં મરચાં

એક કાંદો ઝીણો સમારેલો

એક બાફેલા બટાટાનો છૂંદો

ત્રણ ચમચી ટોસ્ટનો ભૂકો અથવા બ્રેડ-ક્રમ્સ

તળવા માટે તેલ

મીઠું સ્વાદ પ્રમાણે