બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પાવાગઢ મહાકાલી મંદિરના દ્વાર ખુલ્યા : લોકડાઉન બાદ પ્રથમ વખત દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

કોરોનાની મહામારીને લઈને દેશ સહિત રાજ્યમાં કરવામાં આવેલા લોકડાઉનમાં રાજ્યના તમામ મંદિર સહિત પ્રવાસન સ્થળો પણ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ મહાકાલી માતાજીનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, સરકાર દ્વારા અનલોક 1 અને 2 ની જાહેરાત બાદ પણ નિજ મંદિર સુધી જવા માટેના પગથિયાનું સમારકામ ચાલતું હોય માઇભક્તોની સુરક્ષાને ધ્યાને લઈને મંદિરને મોડું ખોલવામાં આવ્યું હતું. 




હવે જ્યારે માતાજીના દર્શન માટે મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે અહીં આવતા દર્શનાર્થીઓ માટે પણ મંદિર પ્રશાસન દ્વારા કોવિડ 19 ની ગાઈડલાઈન પ્રમાણે બનાવેલા નિયમોને અનુસરીને જ માં ના દર્શનનો લાભ મેળવી શકાશે.મંદિર સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવનાર છે.