બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજથી ફરી વખત મગફળીની હરાજી શરૂ

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજથી ફરી એક વખત મગફળીની હરાજી શરૂ થઈ ગઈ છે. જેથી રાજકોટ, કાલાવડ અને હળવદ વિસ્તારમાંથી ખેડૂતો મગફળી લઈને બેડી માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી પહોંચી ગયા છે. હાલ ખેડૂતોને મગફળીનો ભાવ 800થી 970 રૂપિયા સુધી મળી રહ્યો છે. પરંતુ ખેડૂતોને મગફળીનો ભાવ 1100થી વધુ મળે તેવી આશા રાખી રહ્યાં છે.

ભેજવાળી મગફળીના કારણે ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી
સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પગલે સારૂ ગુણવત્તા યુક્ત મગફળીની અછત જોવા મળે તેવી શક્યતા છે. હજુ પણ ભેજવાળી મગફળી જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળતો નથી. માર્કેટ યાર્ડના અધિકારીઓએ ખેડૂતોને અપીલ કરી છે કે મગફળી સુકવીને લાવવી જેથી કરીને ખેડૂતોને પુરતાં ભાવ મળે.

અઠવાડિયા પહેલા મગફળીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી
એક અઠવાડિયા પહેલા રાજકોટમાં યાર્ડમાં રેકોર્ડ બ્રેક 2400 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. હરાજી પૂર્ણ થયા બાદ મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. જે બાદ આજથી મગફળીની આવક શરૂ ગઈ છે.

ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ 1055 રૂપિયા રહેશે
રાજ્ય સરકાર દ્વારા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ 1055 રૂપિયા રહેશે. જે માટે 1લી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. તો 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.