બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

''લોકો માસ્ક પહેતા નથી કે સોશિયલ ડીસ્ટન્સ જાળવતા નથી'' મુખ્ય ન્યાયમૂર્તિની કોરોના ની વકરતી જતી સ્થિતિ પર ટિપ્પણી...

ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં કોરોના ના કેસ રોજેરોજ વધી રહ્યા છે. આ સ્થિતિમાં જાહેરહિતની અરજીને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે કહ્યું હતું કે લોકોએ પણ પોતાની જવાબદારી સમજે સોશિયલ ડીસ્ટન્સ જાણવું પડશે તેમ જ માસ્ક પહેરવું પડશે. લોકોની બેદરકારીને કારણે કોરોના સંક્રમણ ના કેસ વધી રહ્યા છે, આ સ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કઈ કરી શકે નહીં.


મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથે ખેદ સાથે આકરા શબ્દોમાં કહ્યું હતું કે ''કોઈ મરના ચાહતા હૈ તો મ્યુનીસીપલ કોર્પોરેશન કયા કરેંગે ઈસમે.'' આ સાથે મુખ્ય ન્યાયમૂર્તિએ તંત્રને પણ ટકોર કરી હતી; તંત્ર એ પોતાના બચાવમાં કહ્યું કે હાલ સ્થિતિ પહેલા કરતાં સારી છે તેમજ ડબલીગ રેટ ઘટ્યો છે.