રાશી ફળ 26 ફેબ્રુઆરી : મિથુન રાશીનાં જાતકોને ધાર્મિક પ્રવાસની ઈચ્છા ફળશે, સાથેજ જાણો કઈ રાશીનાં જાતકોને આર્થિક લેવડદેવડ થી રહેવું સાવધાન
તા.૨૬-૦૨-૨૦૨૧ શુક્રવાર
મેષ(અ.લ.ઈ.)
સગા સ્નેહીજનો સાથે મુલાકાત થાય આર્થિક રીતે લાભ રહે. વિદ્યા અભ્યાસમાં અનુકુળતા રહેવાની રાજકીય લાભ રહે. રોજગારનો અવસર વધશે.નોકરી ધંધામાં વિશ્વાસ કરવો નુકસાનકારી નીવડી શકે. પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભર્યું રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવાની જરૂર.
વૃષભ(બ.વ.ઉ.)
તબીયત બાબત ધ્યાન દેજો માનસિક ટેન્સન હળવું થવાનું નકારાત્મક વિચારોથી દૂર રહેજો પ્રવાસનું આયોજન થાય. ઉતાવળ ને લીધે કામ ખરાબ થઈ શકે ધ્યાન રાખવું. પારિવારિક બાબતમાં ગુસ્સા પર કાબૂ રાખવો. કાર્યક્ષેત્રમાં મોટું સાહસ કરતા પહેલા વિચારો જરૂરી.પારિવારિક સુખ-શાંતિ ની દ્રષ્ટિએ સમય સારો રહેશે.
મિથુન(ક.છ.ઘ.)
વિલંબમાં પડેલા કાર્યો આગળ વધવાના મનની મુંઝવણો હળવી થતી જોઇ શકાય. ધાર્મિક યાત્રા પ્રવાસની ઇચ્છા ફળવાની. આર્થિક ખેંચતાણ રહેશે. આ સમયે ખરાબ હતો પર અંકુશ રાખવો જરૂરી.નવું રોકાણ અથવા નવો વ્યવસાય કરવાની યોજના બનશે. અધિકારીઓ કામથી સંતુષ્ટ રહેશે. પતિ-પત્ની વચ્ચે થોડા મતભેદ થઈ શકે.
કર્ક(ડ.હ.)
તમારી કાર્ય કરવાની કુશળતા તમોને સફળતા તરફ લઇ જશે નવી ઓફર પણ આવે રાજકીય વ્યકિતની મુલાકાત થાય. વિશિષ્ટ લોકોના સહયોગથી વ્યાપારમાં લાભ થશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના વિશે ચર્ચા કરી લેવી ખૂબ જરૂરી.
તમારું થોડો સમય પારિવારિક મનોરંજન કાર્યોમાં પસાર કરો.
સિંહ(મ.ટ.)
વિદેશ સાથેના બીઝનેશનમાં સફળતા મલવાની ભાઇ-બહેનો સાથે મિલ્કતની ખરીદીની ચર્ચા વિચારણા થાય.જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ માં રાહત થતી હોય તેવું જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રમાં સતર્ક રહેવું જરૂરી. પારિવારિક વાતાવરણ હળવું અને સુખદ રહેશે.
કન્યા(પ.ઠ.ણ.)
પરિવારમાં માંગલિક પ્રસંગો ઉભા થાય નોકરીમાં બદલીના ચાન્સ કાનૂની ગુંચવણોથી દૂર રહેજો આત્મવિશ્વાસ જાળવવો. વધારે કામનો ભાર પરેશાનીનું કારણ બની. પતિ-પત્ની વચ્ચે સંબંધ સંભાળી ને રાખો. શારીરિક તંદુરસ્તી જળવાઇ રહેશે.
તુલા(ર.ત.)
મહત્વના કાર્યોમાં ધ્યાન દેજો માતુશ્રીના સ્વાસ્થ્ય બાબત જાળવવું વિદેશથી લાભ મલવાનું. મિત્ર કે બહારના વ્યક્તિ સાથે પૈસાની લેવડ-દેવડ કરવી નહિ. વાણિજ્ય જોડાયેલા લોકોને નવી સફળતા પ્રાપ્ત થશે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થવાની સંભાવના. સ્વાસ્થ્ય નબળું જણાશે સંભાળ રાખવી જરૂરી.
વૃશ્ચિક(ન.ય.)
નવી ભાગીદારી યોજનામાં અનુકુળતા કર્જમાં રાહત. લગ્ન ઇચ્છુકોને મનગમતી ઓફર આવે. બાળકોને લગતા કાર્યોમાં સમય વ્યતીત થશે. વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસાયમાં ધ્યાન અપાશે નહીં. પારિવારિક સંબંધો મજબૂત બનશે.તંદુરસ્તી જાળવવી સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી.
ધન(ભ.ધ.ફ.ઢ.)
ટીમ વર્કનો લાભ મલવાનો આવકનું પ્રમાણ જળવાઇ રહે. નોકરીમાં મનગમતુ કાર્ય મલવાનું. ધાર્યું કામ ન થતા પરેશાની થશે. આત્મવિશ્વાસ ઘટતો હોય તેવું જણાશે. વ્યવસાયમાં મોટો લાભ થવાની શક્યતા. કૌટુંબિક સંબંધો સારા રહેશે. મહેનત અને તણાવને કારણે સ્વાસ્થ્ય સમસ્યા બની શકે.
મકર(ખ.જ.)
વિપરીત સંજોગો દૂર થતા જોઇ શકશો નવી યોજનામા સફળતા. વિદેશથી લાભ મલવાનો છે. ભવિષ્યને લગતી યોજનાઓ અટકી શકે. પોતાની આવડત પર વિશ્વાસ રાખવો જરૂરી. વ્યવસાય બાબતે બહાર થતી ગતિવિધિઓ પર ધ્યાન રાખવું જરૂરી. સ્વાસ્થ્ય થોડું નરમ જણાશે.
કુંભ(ગ.શ.સ.)
જવાબદારીઓ વધવાની છે મિલ્કતના પ્રશ્નોમાં લાભ નોકરીમાં પ્રમોશન વિદેશ જવાની તક મલે. નજીકના મિત્ર કે સંબંધીઓ વિરૂધ્ધ અફવાઓથી સાવધાન. નોકરીમાં ઉચ્ચ અધિકારી ને તમારા કામથી સંતુષ્ટિ થતી હોય તેવું જણાશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.
મીન(દ.ચ.ઝ.)
વિકાસ માટેના પ્રયત્નો ફળવાના સામાજીક કાર્યોમાં સફળતા નોકરીમાં નવી ઓફર આવવી. ગુસ્સા કે આવેશ ના કારણે કામ ખરાબ થઈ શકે. આર્થિક મુશ્કેલીઓના કારણે કામમાં અડચણ આવવાની સંભાવના. લગ્ન સંબંધો તથા પરિવારમાં મધુરતા જળવાઈ રહેશે. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવું જરૂરી.
@JYESHHTHIKA/INSTAGRAM