બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જીડીપીમાં લોકોનું યોગદાન તેમની આવકના જેમ શૂન્ય થતું ચાલ્યું છે...


જી, હા કોરોના એ લોકોની જિંદગીઓને જ નથી ખતમ કરી કે અસ્ત-વ્યસ્ત કરી. પરંતુ લોકોના ધંધા-રોજગારો અને વ્યવસાયોને પણ તબાહ કર્યા છે. હાલ તેવા કેટલાય ધંધા-રોજગારો છે કે જે ટોટલી બંધ થયા છે કે વેન્ટિલેટર પર  છે. અને હકીકતમાં જ આ જ છે બેકારીના સચોટ કારણો , અને તેને પગલે જ ખપત પણ ખતમ થઇ ચુકી છે. કેમ કે, ખિસ્સામાં હોય તો લોકો ખર્ચે ને?? તેથી જ  જીડીપીના ઘટતા દર સામે સવાલ પણ તે જ છે કે, શું તમે પણ જીડીપીના તે બદનસીબ હિસ્સાનો ભાગ છો કે , જે ઘટતા જીડીપી ધરાશયી થઇ રહ્યો છે.


બાય ધ વે, જીડીપીને બહુ સિમ્પલી લોજીક થી સમજો તો,  ક્રિષ્ણા એક એમએનસી કંપનીમાં જોબ કરતો હતો અને દર મહિને તેના પગારમાંથી ટેક્સની રકમ ફિક્સ કપાતી હતી પરંતુ અત્યારે તેની જોબ ચાલઈ ગઈ  છે અને તે પ્રતિદિન છૂટક કામ કરી તે  300 કે 400 રૂપિયા કમાઈ રહ્યો છે. ત્યારે બહુ સ્વાભાવિકપણે હવે તે ટેક્સ ચુકવવાની હેસિયત નથી ધરાવતો.ત્યારે સરકાર આવા લોકોની આવક ગુમાવે છે, પણ સાથે સાથે જેમની આવક ઘટી છે તેઓ કદાચ ભૂખ્યા નહિ મરે પણ તેમની ખપત કે ખર્ચ પર ભારે પ્રમાણમાં  કાપ મુકશે જેથી જીડીપીમાં તેમનું યોગદાન શૂન્ય થશે. તો સલમાને પણ રેડીમેડ ગાર્મેન્ટની નાની સરખી ફેક્ટરી છે પરંતુ માંગ ઘટતા તેને પણ ફેક્ટરી ટેમ્પરરી બંધ કરવી પડી છે. કેમ કે , તે તેના કારીગરોને પગાર ચૂકવી શકવાની સ્થિતિમાં નથી.  ત્યારે આ તે ચિત્રો છે કે જે દેશની રોજગારી અને જીડીપીને અસર કરે છે.


વેલ ભારતમાં એપ્રિલ થી જૂન વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા વધવાને બદલે સીધી 24 % જેટલી ઓછી થઇ ગઈ. જો, કે અર્થતંત્રની આ ગતિવિધિઓ હકીકતમાં તો સામાન્ય માણસની સમજમા ના આવે  તેવી પેચીદી હોય છે. લોકોને સીધી રીતે દેશના જીડીપી માં કોઈ ગતાગમ નથી..લોકો  તો સારી રોજગારી મળે અને પાયાની સુવિધાઓ મળે તેનાથી જ સંતોષ માને છે. કહેવાનો આશય છે કે, સુખાકારી કે વધતો જતો કુત્રિમ જીડીપી દર લોકોની જોળી ખુશોથી નથી ભરી શકતો.. કેમ કે આંકડાઓ તે આખરે  માયાજાળ કે ભ્રમ  ફેલાવવા માટે જ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.
  
પરંતુ કોરોના કહેરમાં લોકોને લોકડાઉન બાદના સમયથી જ લોકોને ખ્યાલ હતો કે, દેશની અર્થવ્યવસ્થા પર જરૂર મોટો ફટકો લાગશે..અને તેનાથી પણ વધુ તો લોકોને તેમના ધંધા-રોજગાર અને નોકરી સલામત રહેવાની ચિંતા સતાવી રહી હતી. અને આખરે થવા પણ તેમ જઈ રહ્યું છે. નોકરીઓ ખતમ થઇ રહી છે..કે જેની પાસે છે તેના પગારમાં કાપ મુકાઈ રહ્યો છે. અને ભવિષ્યમાં તે સલામત રહેશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. કેમ કે, રોજગાર દાતા જ જો અગર સલામત નહી હોય તો તમને સલામતીની ગેરંટી કોણ આપી શકશે?


કહેવાનો  આશય છે કે, લોકો આંકડાની રમત નથી સમજતા પરંતુ અર્થતંત્રનું થંભતું જતું પૈડું તેમના પર ચોક્કસ અસર કરે છે. ત્યારે બીજી તરફ દેશ પણ માઇનસ જીડીપી તરફ સરકી રહ્યો છે. અધધ કહેવાય તેવા આંકડા જાહેર થઇ રહ્યા છે. બાકી સીધી સાદી  સમજ તેમ કહે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા તે ખપતનો ખેલ છે. વપરાશ નહિ તો કઈ નહિ. જનસંખ્યામાંથી થતી માંગ જ દેશનો 60 % જેટલો જીડીપી બનાવે છે. ત્યારે ત્રિમાસિક ના આંકડાઓ ચીખી ચીખીને ઉજાગર કરી રહ્યા છે કે, વધુ નહિ તો આ વર્ષે તો ભારતની લગભગ 26 % જેટલી ખપત કે માંગ (એસીબીઆઈ રિસર્ચ) કોરોના ખપ્પરમાં સ્વાહા થઇ જશે.


અન્યથા પાછળ ના નવ વર્ષ દરમ્યાન વાર્ષિક 12 % ના દર થી વધી રહેલ ખપતમાં  2020-21 માં 14 % જેટલો ઘટ્ટાડો નોંધાશે. મતલબ કે જે લોકો આગળના વર્ષોમાં  રૂ. 100 વાપરતા હશે તે આ વર્ષે 80 ની આસપાસ જ વાપરશે. કેમ કે જ્યાં આવક ખાલી લોકો ખાઈ - પી શકે તેટલા પૂરતી જ સીમિત થઇ ગઈ હોય તો લોકો વધારાના ખરચ નહિ જ કરે. અને ખર્ચ નહિ તો ખપત પણ નહિ..જેથી આ ગાબડું વધતું જ ચાલશે..ત્યારે તેનો ઉપાય તો કોઈ જાદુની છડી ની જેમ મુશ્કેલ છે. કેમ કે લોકો તેમની ખરીદ શક્તિ વધારશે, તેને પગેલ ઉત્પાદનો વધશે તો જ ચક્ર ફરશે અને અર્થતંત્ર પાટા પર ચડશે..પરંતુ મુખ્ય શરત તેજ છે કે, લોકો ની ખરીદ શક્તિ કોઈપણ પ્રકારે વધે...

રીના બ્રહ્મભટ્ટ