પેટ્રોલ-ડીઝલ હાલમાં નહિ થાય સસ્તું, FM નિર્મલા સીતારમણે જણાવ્યું ભાવ ન ઓછો થવાનું કારણ, જાણો બધું
પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવથી સામાન્ય માણસ ખરાબ રીતે પરેશાન છે. એટલું જ નહીં, ડીઝલની કિંમતોમાં વધારાને કારણે પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે રોજબરોજની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો કરવાની માંગ છે. આ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ન કાપવાનું કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે અગાઉની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બળતણના ભાવ આસમાને પહોંચવા માટે જવાબદાર છે.
'યુપીએ સરકારે બહાર પાડ્યા 1.44 લાખ કરોડના ઓઇલ બોન્ડ'
નાણામંત્રી સીતારમણે કહ્યું કે યુપીએ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઈલ બોન્ડ (Oil Bonds) બહાર પાડ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર યુપીએ સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતી ખોટી પદ્ધતિનો ઉપયોગ કરીને ઈંધણના ભાવમાં ઘટાડો કરી શકતી નથી. કેન્દ્રીય મંત્રી સીતારમણે કહ્યું કે, યુપીએ સરકારે જારી કરેલા ઓઇલ બોન્ડનો બોજ (Burden of Oil Bonds) મોદી સરકાર પર આવી ગયો છે. તેથી જ અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકતા નથી.
https://twitter.com/ANI/status/1427240461685575684?s=20
'એક્સાઈઝ ડ્યુટીમાં નહીં કરવામાં આવે કોઈ કપાત'
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી ચિંતિત છે. લોકો ચિંતા કરે તે યોગ્ય છે. જો કે, જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યો ચર્ચા નહીં કરે ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા માટે કોઈ ઉકેલ મળશે નહીં. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ઘટાડો થશે નહીં. તેમણે એક્સાઇઝ ડ્યુટી ન કાપવાનું કારણ પણ સમજાવ્યું હતું.
'5 વર્ષમાં કર્યું 70,195 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું'
નાણામંત્રીએ કહ્યું કે યુપીએ સરકાર દ્વારા જારી કરાયેલા ઓઇલ બોન્ડ્સ માટે વ્યાજની ચૂકવણીના કારણે સરકારી તિજોરી પર ભારે બોજ છે. અત્યાર સુધી, સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર ઓઇલ બોન્ડ્સ પર 70,195.72 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વર્ષ 2026 સુધીમાં આપણે હજુ 37 હજાર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. તેમણે કહ્યું કે વ્યાજની ચુકવણી બાદ પણ 1.30 લાખ કરોડથી વધુની મુખ્ય રકમ બાકી છે. જો અમારા પર ઓઇલ બોન્ડનો બોજ ન હોત તો અમે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની સ્થિતિમાં હોત.