બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ક્રુડ ઓઈલ સસ્તું થવા છતાં નહીં ઘટે પેટ્રોલ- ડિઝલના ભાવ.. જાણો

ક્રુડ ઓઈલ છેલ્લા ૩૦ વર્ષની ઘટાડાની સપાટીએ છે. કોરોના વાઈરસની ઇફ્કેટને લીધે ઘટતી ડિમાંડ તેમજ રશિયા અને આરબ દેશો વચ્ચે ક્રુડ વોરના કારણે ક્રુડના ભાવો સતત ઘટતા જઈ રહ્યા છે. આ ઘટતા ભાવોની વચ્ચે દેશના સામાન્ય જન પેટ્રોલ- ડીઝલના ભાવોમાં પણ ઘટાડાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરી દેતે લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.


પેટ્રોલ પર સ્પેશીયલ એક્સાઈઝ ડ્યુટી ૨ રૂપિયા વધારીને આઠ રૂપિયા કરી દેવામાં આવી છે. જયારે કે ડીઝલની સ્પેશીયલ એક્સાઈઝ ડ્યુટી વધારીને ૪ રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. તો પેટ્રોલ અને ડીઝલ પર રોડ સેસ ૧ રૂપિયા પ્રતિ લીટર વધારીને ૧૦ રૂપિયા કરવામાં આવ્યો છે આમ પેટ્રોલ પર પ્રતિ લીટર ૩ રૂપિયા અને ડીઝલ પર ૫ રૂપિયાનો બોજ વધ્યો છે. જે હાલમાં ક્રુડના નીચા ભાવોને લીધે અસર નહી કરે પરંતુ જયારે ક્રુડના ભાવો વધશે ત્યારે સામાન્ય જનતા પર ઘણો ભાર વધશે.


પેટ્રોલની કિંમત ૧૩ માર્ચે દિલ્હીમાં ૭૦ રૂ. પ્રતિ લીટર, કોલકાતામાં ૭૨.૭૦ રૂપિયા, મુંબઈમાં ૭૫.૭૦ રૂપિયા, ચેન્નાઈમાં ૭૨.૭૧ રૂપિયા હતી. ૧૪ માર્ચે તેમાં સામાન્ય ઘટાડો થયો. દિલ્હીમાં કિંમત ૬૯.૮૭ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં ૭૨.૫૭ રૂપિયા, મુંબઈ ૭૫.૫૭ રૂપિયા અને ચેન્નાઈમાં ૭૨.૫૭ રૂપિયા થઇ. આ ઉપરાંત ડીઝલની કિંમતો ૧૪ માર્ચે દિલ્હીમાં ૬૨.૭૪, કોલકાતામાં ૬૫.૦૭, મુંબઈમાં ૬૫.૬૮, ચેન્નાઈમાં ૬૬.૧૯ રૂપિયા હતી. ૧૪ માર્ચે દિલ્હીમાં ૬૨.૫૮ રૂપિયા, કોલકાતામાં ૬૪.૯૧ રૂપિયા, મુંબઈમાં ૬૫.૫૧ રૂપિયા અને ચેન્નાઈમાં ૬૬.૦૨ રૂપિયા થઇ ગઈ છે.



દુનિયાભરમાં તમામ દેશોમાં કોરોના વાયરસને પગલે આશંકાઓ વધી છે. તેના કારણે ભારતનો રૂપિયો પણ ડોલરની સામે નબળો પડ્યો છે. કહેવાઈ રહ્યું છે કે કોરોનાના કારણે આવનારા દિવસોમાં ક્રુડ ઓઈલના ભાવમાં હજુ પણ વધુ મોટા ઘટાડા જોવા મળી શકે છે.