બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાશી ફળ 24 ફેબ્રુઆરી : મીન રાશીનાં જાતકોને મળશે વ્યવસાયમાં લાભ, સાથેજ વાંચો કઈ રાશી ધારકોએ રહેવું સતર્ક


માઘ શુક્લ પક્ષની ઉદય તિથી દ્વાદશી અને દિવસ બુધવાર છે. દ્વાદશી આજે સંધ્યાકાળ 6 વાગીને 6 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ત્રિયોદશી તિથી લાગશે. મોડી રાત્રી 3 વાગીને 9 મિનિટ સુધી સૌભાગ્ય યોગ બન્યો રહેશે, તદુપરાંત બપોરે 12 વાગીને 17 મિનિટ સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે. જાણો રાશી અનુસાર કેવો રહેશે આપનો દિવસ.

મેશ રાશી

આજે આપના અટકેલા નાણા પરત મળવાનાં યોગ છે, નવા વ્યવસાયમાં નાણાં રોકવાથી લાભ થશે. રાજકારણથી જોડાયેલા લોકોનું સમાજમાં માન-સન્માન વધશે, કાયદાકીય મામલાઓથી દુર રહેવું આપનાં માટે હિતકારી રહેશે, પ્રેમી યુગલો માટે આજનો દિવસ સાથે પસાર કરી શકશે, પરિવારમાં તણાવપુર્ણ ઘટનાં શકેછે પરંતું આપની કોઠાસુજથી બધું થાળે પાડી શકશો. દીવસનો અંત થાક અને આળસ સાથે પુર્ણ થશે,

વૃષભ રાશી

આજે આપ આપનાં કોઈ અંગત વ્યક્તિને તમારી અંગત વાતો કહી શકશો, કારોબાર અંતર્ગત પિતાથી સલાહ સુચન થઈ શકે. મહિલાઓમાટે ઘરેલું ખીરીદીનાં યોગ છે, માતા-પિતા તરફનાં કર્તવ્યો પુર્ણ કરી શકશો. દાંપત્ય જીવનમાં ખુશહાલી બની રહે, આજે કોઈ નવું ઈલેક્ટ્રોનિક સાધન વસાવવાના યોગ છે. ખાસ કરીને માતા તરફથી સંપુર્ણ સહયોગ મળવાનાં યોગ છે.

મિથુન રાશી

આજે કંઈક અલગ અને નવું કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા આપનાં મનમાં રહેશે, લાંબા સમયથી અટવાયેલું ધન પરત મળી શકે, વ્યવસાયમાં વધું નફા માટે કોઈનો સહયોગ પ્રાપ્ત થાય. વ્યવસાય અર્થે થયેલી યાત્રા લાભકારી નીવડશે, કલાત્મક કાર્યોમાં આપની રુચિ વધશે. ભાઈ - બહેન સાથેનાં સબંધો વધું ગાઢ થાય, સબંધોમાં નવી ચેતનાનો સંચાર થવાનાં પ્રબળ યોગ છે, દિવસનાં અંતે બાળકો સાથે બહાર જઈ શકાય.

કર્ક રાશી

આજ આપનો દીન શુભ રહેશે. આપનાં કોઈ કાર્યમાં મોટા ભાઈ કે બીજા વડીલની મદદ મળી શકે, વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા શુભ સમાચાર મળી શકે છે, પરિવારમાં સુખદ વાતાવરણ બન્યું રહેશે, દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે. વ્યવસાયને લઈને અડચણો ઓછી થવાનાં યોગ છે. શારીરિક તબિયત તંદુરસ્ત રહેશે, બાળકો માટે નવા વસ્ત્રો ખરીદવાનાં પ્રબળ યોગ છે.

સિંહ રાશી

આજ આપનાં જીવનમાં ખુશીઓજ ખુશીઓ રહેશે, લાંબા અંતરે રહેતા સ્નેહિજનોને સંપર્ક કરવા આજનો દીન ઉત્તમ છે, ઘરમાં ખુશનુમા માહોલ રહે. આપના જીવન સાથી તરફથી શુભ સમાચાર મળી શકે, કોઈ વડીલની મદદ કરવાથી લાભ થઈ શકે, તબિયત સારી મહેસુસ કરી શકસો. પ્રેમી યુગલ સારો સમય વિતાવી શકશે સાથે ભોજન કરવાનાં યોગ છે. ઠંડો આહાર લેવાથી બચવું, ગળું ખરાબ થવાની સંભાવનાં છે.

કન્યા રાશી

કોઈ વ્યક્તિ વિશેષ સામે પોતાની વાત સમજી વિચારીને રાખવી, પૈતૃક સંપત્તિ થી લાભ થાય, માતૃશ્રીનાં સહયોગથી આપની સમસ્યાનું નીરાકરણ આવી શકે. ઘરે અચાનક મહેમાન આવી શકે, વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારીઓ કરવી, ઘરમાં સુખ સમૃદ્ધીમાં વધારો થશે, ક્રોધને નિયંત્રણમાં રાખવો, અણધાર્યા વાદવિવાદ થવાની સંભાવનાઓ છે, બાળકોને મીઠાઈ ખવડાવવી.

તુલા રાશી

આજે આપનો આર્થિક પક્ષ પહેલાની અપેક્ષાએ સારો રહેશે, વિદ્યાર્થીઓને ભણવામાં સીનીયર્સનો સહયોગ રહેશે, ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે, તમારા આસપાસનાં લોકો સાથે સંભાળીને સંવાદ સાધવો, તમારી કહેલી વાત અન્યથા લઈ શકે છે. જુની ગેરસમજો દુર થાય, જીવનસાથી સાથે સબંધ ગાઢ થશે.

વૃશ્ચિક રાશી

આયાત - નિર્યાત ક્ષેત્રમાં કાર્ય કરતા જાતકોને લાભ થશે. આપની અંદર ઉત્સાહ બન્યો રહેશે, કાર્યક્ષેત્રમાં લાભકારી અવસર પ્રાપ્ત થશે, જુનાં મિત્રોને મળવાના યોગ બને, વિદ્યાર્થીઓને સારા પરિણામ મળવાનાં યોગ છે, દાંપત્ય જીવન ખુશહાલ રહેશે, જીવનસાથી ને ઉપહાર આપવો, સબંધ વધું ગાઢ થશે, સ્વાસ્થ્ય સારું રહે.

ધન રાશી

આજે આપ નવી કાર્યયોજનાઓ બનાવી શકશો, વ્યવસાયને આગળ લઈ જવા નવા વિચારો સ્ફુરે, આવક વધવાનાં યોગ પ્રબળ બની રહ્યાં છે, વ્યવસાય ક્ષેત્રમાં ઘરનાં વડિલની સલાહ લઈ શકાય, ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય, વડીલોએ પોતાનાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, દિવસના અંતે થોડો થાક અનુંભવાય. સ્વાસ્થ્ય સારું બની રહે.

મકર રાશી

આજે કરિયરથી દીશા વિમુખ થઈ જવાનાં યોગ છે, મન એક જગ્યાએ સ્થિર કરીને કામ કરવું, આર્થિક સ્થિતિ સારી બનાવી રાખવા મહેનત કરવી પડશે. મહેનતથી આપના કર્યો પુર્ણ થશે સફળતા મળશે, વ્યવસાયમાં રોકાણ ફાયદાકારક નીવડીશકે, મન સામાજીક કાર્યોમાં લાગશે જેના કારણે પ્રશંસાને પાત્ર બનશો,સાંજે પરિવાર સાથે હળવાશથી ફરવાનાં યોગ છે.

કુંભ રાશી

આજ રોજ ઓફીસ માં આપ પ્રસંસાને પાત્ર બની શકો, કોઈ અધીકારી આપનો સહયોગ માંગી શકે છે, કેટલાક નવા વ્યક્તિઓનાં સંપર્કમાં આવવાનું બનીશકે તે સાથેજ તેમનાં દ્વારા કોઈ વિશેષ કાર્યમાં આપને સહયોગ મળે, પરિવાર સાથે દેવદર્શન જવાના પ્રબળ યોગ છે. વિદ્યાર્થીઓ ને શિક્ષા ક્ષેત્રમાં આગળ વધવાનો મોકો મળશે, જીવન સાથી સાથે સારો સમય વીતે.

મીન રાશી

આજનો આપનો દિવસ અતી શુભ રહેશે, વ્યાપારમાં અણધાર્યો ધનલાભ થઈ શકે, કાર્ય સ્થળે આપની માન મર્યાદા વધશે, તમારા કરીરયરને એક નવી દીશા મળવાનાં યોગ છે, નોકરીયાત વર્ગને ઉન્નતિનો અવસર પ્રાપ્ત થાય, કાપડનાં વ્યાપારથી જોડાયેલા જાતકોને લાભ થશે, પ્રેમી યુગલ એક બીજાને ભેટ સોગાત આપી શકે, સબંધ વધું ઘાટા થતા જણાય, પરિવારમાં સુખ શાંતિ જણાય, મહિલાઓ પોતાનાં કાર્યોમાં વ્યસ્ત રહેશે.